P. M. Sudhakaran Join BJP: રાહુલ ગાંધીની ચિંતામાં વધારો, વાયનાડમાં કોંગ્રેસના મહત્ત્વના પદાધિકારી જોડાયા ભાજપમાં
P. M. Sudhakaran Join BJP: વાયનાડમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ (DCC)ના મહાસચિવ પી.એમ. સુધાકરન કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ આપતા પાર્ટીને મળ્યો મોટો ઝટકો
નવી દિલ્હી, 21 એપ્રિલઃ P. M. Sudhakaran Join BJP: લોકસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસ પાર્ટીને રાહુલ ગાંધીના સંસદીય ક્ષેત્ર વાયનાડમાં મોટો ઝટકો લાગ્યો છે. વાયનાડમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ (DCC)ના મહાસચિવ પી.એમ. સુધાકરન કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા છે.
General Secretary of Wayanad District Congress Committee (DCC), P. M. Sudhakaran, has resigned from the Congress and switched to the BJP. pic.twitter.com/Hr1oylCqf4
— BJP Sashi Kumar Subramony 🇮🇳 (Modi Ka Pariwar) (@ActorSashi) April 21, 2024
પી.એમ. સુધાકરને રાજીનામું આપવાનું કારણ આપતાં કહ્યું કે અમારા માટે વાયનાડના સાંસદ અને કોંગ્રેસના નેતા સુધી પહોંચવું સરળ નહોતું, અમે અમારા વિચારો વ્યક્ત કરી શકતા ન હતા. તેમણે કહ્યું કે જો મારી સાથે આવું થતું હોય તો સામાન્ય જનતા સાથે શું થતું હશે.
આ પણ વાંચો:- Gujarat Weather Update:કાળઝાળ ગરમીની વચ્ચે રાજ્યમાં આંધી વંટોળ સાથે વરસાદની આગાહી, જાણો કઇ તારીખે પડશે કમોસમી વરસાદ?
ઉલ્લેખનીય છે કે કેરળમાં લોકસભા ચૂંટણી માટે 26 એપ્રિલે 20 સીટો પર એક સાથે મતદાન થવાનું છે. અહીં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની સામે ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે. સુરેન્દ્રન ચૂંટણી મેદાને ઉતર્યા છે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો