Rabari Community: ઝીલીઆમાં રબારી-ભરવાડ સમાજનો ભવ્ય ગૌરવ સમારોહ યોજાયો
Rabari Community: ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ મુકામે યોજાયો
અમદાવાદ, 24 સપ્ટેમ્બર: Rabari Community: 20 સપ્ટેમ્બરના રોજ ગાંધી આશ્રમ ઝીલીઆ મુકામે પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ અને ડૉ. અલ્પેશ દેસાઈ મોયદ ના સંયુક્ત ઉપક્રમે ડૉ. અલ્પેશ દેસાઈ લેખિત મુઠ્ઠી ઊંચેરા માલધારી પુસ્તક વિમોચન અને ગૌરવ સમારોહનું આયોજન કરવામાં આવ્યું. જેમાં શિક્ષણ,સાહિત્ય અને સમાજસેવા ક્ષેત્રે વિશેષ સેવા કરનાર ૫૧ વ્યક્તિઓને ગોપાલ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો.
🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲
📲 WhatsApp પર શેર કરોઅંતરિયાળ વિસ્તારના બાળકો માટે કામ કરતી શૈક્ષણિક સંસ્થાઓને બિરદાવવા માટે ૧૨ સેવાભાવી સંસ્થાઓને ગોપાલ ગૌરવ પુરસ્કાર આપવામાં આવ્યો. સાથે સાથે બે સમાજસેવકોને મરણોતર સમાજસેવક પુરસ્કાર આપવામાં આવ્યો.
ગાંધી આશ્રમ ઝીલીયા ખાતે ડૉ અલ્પેશ દેસાઈ મોયદના ‘મુઠ્ઠી ઊંચેરા માલધારી’ પુસ્તકનું ભવ્ય વિમોચન થયું.
આ પણ વાંચો:- Moral Education: ઉપદેશ કરતાં આચરણ શ્રેષ્ઠ
Rabari Community: સમાજસેવા, શિક્ષણ, સાહિત્ય અને સંસ્કૃતિ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર મહાનુભાવોનું સન્માન ગુજરાતની શૈક્ષણિક, સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાઓનો સુભગ સમન્વય કરતો ભવ્ય સમારોહ તા. 20 સપ્ટેમ્બર, 2026ના રોજ ગાંધી આશ્રમ, ઝીલીઆ ખાતે યોજાયો હતો. યુવાઆગેવાન અને વક્તા ડૉ. અલ્પેશ દેસાઈ તથા ગાંધી આશ્રમ ઝીલીયાના સંયુકત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં માલધારી સમાજની સમાજસેવા, શૈક્ષણિક
ગુજરાતભરમાંથી પધારેલા તપસ્વી સંતો, સમાજશ્રેષ્ઠીઓ, સમાજસેવકો, શિક્ષણવિદો, સાહિત્યકારો, ખેડૂત અને રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિથી સમગ્ર વાતાવરણ ભક્તિ, હર્ષોલ્લાસ અને કર્મપ્રેરણાથી છલકાઈ ઊઠયું હતું
સમારોહના પ્રમુખપદે આદરણીય માલજીભાઈ ઝીલીઆ ઉપસ્થિત રહ્યા હતા. પરમ પૂજય વાળીનાથ ધામના મહંત જયરામગીરી બાપુ, દુધરેજ ધામના લઘુમહંતશ્રી નાગરદાસ બાપુ તેમજ અન્ય સંતો અને સમાજશ્રેષ્ઠીઓની પાવન ઉપસ્થિતિએ આયોજનને આધ્યાત્મિક અને સામાજિક ભવ્યતા બક્ષી હતી.
માલધારી જીવન… સંસ્કૃતિ… સંઘર્ષઅને સમરસતાની ગાથાઓ
મુઠ્ઠી ઉંચેરા માલઘારી
સમાજની પ્રગતિનો મુખ્ય આધાર શિક્ષણ છે તે સંદેશને સાર્થક કરતાં મંચ પરથી શૈક્ષણિક અને સમાજસેવી સંસ્થાઓનું પણ વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. સમાજસેવામાં કાર્યરત યુવા ટીમો તથા સોશિયલ મીડિયા અને મીડિયાકર્મીઓનું પણ
સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. સાહિત્યના મનોહર સંગમ તેમજ કર્તવ્યનિષ્ઠ સમાજસેવકોના બહુમાનથી ઉજજવળ બનેલો આ સમારોહ માલધારી સમાજમાં એકતા, શિક્ષણ અને સામાજિક-સાંસ્કૃતિક વારસાના જતન માટે દીવાદાંડી સમાન બની રહ્યો
