swami viditatmanandji pic

Moral Education: ઉપદેશ કરતાં આચરણ શ્રેષ્ઠ

Moral Education: આપણે ધર્મનું પાલન કરવા ઇચ્છતા હોઈએ તો પ્રથમ જાણવું જોઈએ કે ધર્મનું શું મૂલ્ય છે. ધર્મના પાલનથી આપણને કાંઈ પ્રાપ્ત થાય છે ? કાંઈ લાભ થાય છે ? આ લાભ ‘અર્થ’ અને ‘કામ’ના લાભ કરતાં કાંઈક વધારે છે એમ સમજાય ત્યારે જ આપણે ધર્મનું યથાર્થ પાલન કરી શકીશું.

🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲

📲 WhatsApp પર શેર કરો

પહેલાંના જમાનામાં તો મા-બાપ કાંઈ સૂચના આપે એટલે બાળકો કોઈ વિતંડાવાદ કર્યા વગર જ તે સ્વીકારી લેતાં, પરંતુ આજે બાળકો વધુ ચબરાક હોય છે. મા-બાપ કહે, ‘બેટા, આમ કર.’ તો તરત જ પૂછશે, ‘શા માટે ?’ અમેરિકામાં આપણા ભારતીયોનાં બાળકો એવું જ સમજે છે કે તેમનાં મા-બાપ તો ભારતમાં ઊછરેલાં હોઈ તેમને કાંઈ જ્ઞાન નથી. મા પૂજા-પાઠ કરતી હોય તો બાળક તરત જ પૂછશે, ‘આમ કેમ કરો છો ?’ શા માટે પોતે આમ કરે છે તેની પેલી માને બિચારીને કાંઈ ખબર ન હોય.

આ પણ વાંચો:- Swami ji ni vani part-54: અધર્મ સામેની મૂંઝવણ અને પ્રામાણિકતાનો માર્ગ

‘આમ ન કરીએ તો શું ?’ તેની પણ તેને ખબર ન હોય. અર્થાત્‌ મા-બાપ અમુક આચરણની પાછળનાં કારણ સમજાવી શકતાં નથી અને જ્યાં સુધી વાત તેને ગળે પૂરેપૂરી ન ઊતરે ત્યાં સુધી આજનું બાળક કશું જ સ્વીકારવા તૈયાર નથી. આપણા દેશમાં પણ હવે બાળકો એવાં જ ચબરાક છે. બાળકો આપણા આદેશોનું પાલન ન કરે તો કદાચ કારણ એ પણ હોય કે આપણે બાળકોને યોગ્ય સમજ આપી શકતા નથી અથવા તો બાળકો જે પ્રકારે સમજી શકે તે પ્રકારે આપણે તેમને સમજાવી શકતા નથી અને આ ત્રુટિ આપણે આપણા આચરણ દ્વારા પૂરી કરી લેતા હોઈએ તો પણ સારું. પરંતુ આપણા આચરણ પરથી પણ આપણે કોઈ દાખલો બેસાડી શકતા નથી કે જેથી બાળકોેને એમાંથી પ્રેરણા મળે.

💜 Comfort & Care – હવે દુખાવામાં મેળવો આરામ!
🔥 Heating + Vibration | Rechargeable | Portable
⚡ Smart Heating & Vibration Belt – હમણાં જ ખરીદો
🔥 MRP ₹1,499 → માત્ર ₹699 | 53% OFF
🚚 ₹199થી વધુના ઓર્ડર પર Free Delivery  |  💳 Online Pay & Save  |  🔄 Easy Returns

આપણે યુવાનોને દોષ દઈએ છીએ કે આજકાલના છોકરાઓ તોડફોડ કરવાનું જ સમજ્યા છે, પણ પ્રથમ આપણે આપણી જાતને પૂછવું જોઈએ કે આપણે બાળકો સામે શું દૃષ્ટાંત મૂક્યું જેથી એ લોકો એવું ન કરે ? આપણે બાળકોને ઉપદેશ આપીએ, પરંતુ તે પ્રકારનું આચરણ કરતા હોઈએ તો જ આપણા શબ્દોનો પ્રભાવ પડે. પેલા મહાત્માની વાત તો બધા જાણે જ છે. એક માતા પોતાના બાળકને લઈ એક મહાત્મા પાસે ગઈ અને તેણે કહ્યું :

‘મહારાજ, મારો આ પુત્ર ગૉળ ખૂબ ખાય છે અને એનાથી તેનું પેટ બગડે છે. તમે એને સમજાવો કે ગૉળ ખાવાનું બંધ કરે.’ મહાત્માએ તેને દશ દિવસ પછી આવવા કહ્યું. દશ દિવસ પછી માતા-બાળક ફરીથી મહાત્મા પાસે ગયાં ત્યારે મહાત્માએ બાળકને કહ્યું : ‘બેટા, ગૉળ ન ખાવો જોઈએ. બહુ ગૉળ ખાવાથી શરીર બગડે.’ બાળક તરત જ માની ગયો.

માતાએ મહાત્માને કહ્યું : ‘મહારાજ, આ વાત તો અમે દશ દિવસ ઉપર આવ્યાં ત્યારે પણ આપ બાળકને કહી શક્યા હોત !’
મહારાજે કહ્યું : ‘બહેન, દશ દિવસ પહેલાં હું પોતે જ બહુ ગૉળ ખાતો હતો અને તે વખતે હું ઉપદેશ આપું કે ગૉળ ન ખાવો જોઈએ તો તે ઉપદેશની કાંઈ અસર ન પડી હોત. મેં પોતે ગૉળ ખાવો બંધ કર્યો તે પછી જ મેં ઉપદેશ આપ્યો અને ત્યારે તેની અસર પડી.’

આપણે બાળકોને જૂઠું ન બોલવું જોઈએ એવો ઉપદેશ આપતા હોઈએ પરંતુ ટેલિફોન આવે ત્યારે બાળકને કહીએ, ‘કહી દે કે પિતાજી ઘરમાં નથી’, તો પછી જૂઠું ન બોલવાના ઉપદેશની અસર બાળક ઉપર કેટલી થાય ?
અર્થાત્‌ કેળવણી અગત્યની વસ્તુ છે અને કેળવણી માત્ર ઉપદેશથી જ નહીં પરંતુ આપણા પોતાના આચરણ દ્વારા પણ અપાવી જોઈએ.