RSSSના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે દિગ્વિજયસિંહ મકવાણાની નિમણૂક
RSSS: રાષ્ટ્રીય સ્વયં સુરક્ષા સંઘ દ્વારા દિગ્વિજયસિંહ અજીતસિંહ મકવાણાને ગુજરાત પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી
અમદાવાદ, 30 સપ્ટેમ્બર: RSSS: સત્ય સનાતન ધર્મ, કિસાન, યુવા, મહિલા અને રાષ્ટ્ર સેવા-સુરક્ષાના ક્ષેત્રે કાર્યરત બિન-રાજકીય સંગઠન રાષ્ટ્રીય સ્વયં સુરક્ષા સંઘ (RSSS) દ્વારા સામાજિક ક્ષેત્રે કરાયેલા સરાહનીય કાર્યોને ધ્યાનમાં રાખીને દિગ્વિજયસિંહ અજીતસિંહ મકવાણાની ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲
📲 WhatsApp પર શેર કરોRSSS: સંઘ દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે કે મકવાણા સંગઠનના ભ્રષ્ટાચારમુક્ત ભારત, નશામુક્ત ભારત, ગૌમાતા સેવા, સત્ય સનાતન ધર્મની રક્ષા, કિસાનો-યુવાઓ-મહિલાઓની સુરક્ષા, રાષ્ટ્ર સુરક્ષા તથા સમાન શિક્ષણ જેવા મુખ્ય હેતુઓને આગળ ધપાવવામાં સક્રિય યોગદાન આપશે.
નવનિયુક્ત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દિગ્વિજયસિંહ મકવાણાએ જણાવ્યું હતું કે, “સંગઠને મારા પર મૂકેલા વિશ્વાસને હું સંપૂર્ણ નિષ્ઠા અને જવાબદારીપૂર્વક નિભાવીશ. ગુજરાતના દરેક જિલ્લામાં સંગઠનને વધુ મજબૂત અને સુવ્યવસ્થિત બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહીશ.”
મકવાણાની નિમણૂકને લઈને રાષ્ટ્રીય સ્વયં સુરક્ષા સંઘના કાર્યકર્તાઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. સંઘના તમામ કાર્યકર્તાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે અને તેમના કાર્યકાળ માટે સફળતાની શુભકામનાઓ વ્યક્ત કરી છે.
