Aadhaar Service Centre: અમદાવાદમાં રવિવારે પણ કાર્યરત 7 આધાર સેવા કેન્દ્રો શરૂ
Aadhaar Service Centre: ‘રિફોર્મ ઉત્સવ’ અંતર્ગત મેયર હિતેશભાઈ બારોટના હસ્તે આધાર સેવા કેન્દ્રોનો શુભારંભ, નાગરિકોને રવિવારે પણ મળશે સુવિધા.
- નાગરિકોની સુવિધામાં વધારો કરવા AMCની પહેલ; શહેરના સાતેય ઝોનમાં દર રવિવારે સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી આધાર સેવાઓ ઉપલબ્ધ રહેશે
🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲
📲 WhatsApp પર શેર કરોઅમદાવાદ, 25 ઓક્ટોબર: Aadhaar Service Centre: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને આધાર સંબંધિત સેવાઓ વધુ સરળતાથી અને સુવિધાજનક રીતે મળી રહે તે હેતુથી ‘રિફોર્મ ઉત્સવ’ અંતર્ગત શહેરના સાતેય ઝોનમાં રવિવારે પણ કાર્યરત રહેતાં 7 આધાર સેવા કેન્દ્રોનો શુભારંભ અમદાવાદના મેયરશ્રી હિતેશભાઈ બારોટના હસ્તે બોડકદેવ સબ ઝોનલ ઓફિસ, ગુરુદ્વારા ચાર રસ્તા પાસે, અમદાવાદ ખાતે કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, શાસક પક્ષના નેતા જશુભાઈ ઠાકોર, દંડક અતુલ મિશ્રા, કમિટી ચેરમેન ઓ, સ્કૂલ બોર્ડ ચેરમેન પ્રજ્ઞેશભાઈ પટેલ, કાઉન્સિલરઓ સહિતના પદાધિકારીઓ તથા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા (Aadhaar Service Centre) નાગરિકલક્ષી સેવાઓને વધુ સુલભ બનાવવા અને વહીવટી વ્યવસ્થામાં સુધારા લાવવાના હેતુથી આ મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. નોકરીયાત વર્ગ, વિદ્યાર્થીઓ, વેપારીઓ તથા કાર્યદિવસોમાં આધાર સંબંધિત કામગીરી માટે સમય ફાળવી ન શકતા નાગરિકોને રવિવારના દિવસે પણ સેવા મળી રહે તે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ છે. રવિવારે આધાર સેવા કેન્દ્રો કાર્યરત રહેવાથી નાગરિકોને પોતાની અનુકૂળતા મુજબ આધાર સંબંધિત કામગીરી કરાવવાની સુવિધા મળશે. સાથે જ, નિયમિત કાર્યદિવસોમાં કેન્દ્રો પર થતી ભીડ ઘટાડવામાં પણ મદદરૂપ થશે.
શહેરના મધ્ય, ઉત્તર, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં એક-એક મળી કુલ 7 આધાર સેવા કેન્દ્રો દર રવિવારે સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી કાર્યરત રહેશે. આ કેન્દ્રો પર નાગરિકો આધાર સંબંધિત ઉપલબ્ધ સેવાઓનો લાભ લઈ શકશે.
આ પણ વાંચો:- Arvind Limited: પીએમ મોદીએ વારાણસીમાં અરવિંદ લિમિટેડની ગ્રીનફિલ્ડ ગારમેન્ટ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું
અત્રે ઉલ્લેખનીય છેકે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને આધાર આધારિત સેવાઓ સરળતાથી અને સુવિધાજનક રીતે મળી રહે તે હેતુથી રવિવારના દિવસે પણ આધાર સેવા કેન્દ્રો ચાલુ રાખવાની પહેલ કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા આધાર સેવા કેન્દ્રો પર નાગરિકોની વધતી જતી જરૂરિયાત અને ભીડને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ, વેપારીઓ તથા ખાનગી ક્ષેત્રમાં કામ કરતા નાગરિકોને આધાર સંબંધિત કામગીરી માટે રજાના દિવસે પણ સેવા મળી રહે અને તેમની રોજિંદી કામગીરીમાં વિક્ષેપ ન પડે તે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ છે.
હાલમાં આધાર સેવા કેન્દ્રો પર મોટી સંખ્યામાં નાગરિકો આધાર નોંધણી તથા આધાર સંબંધિત વિવિધ કામગીરી માટે આવતા હોવાથી સોમવારથી શનિવાર દરમિયાન કેન્દ્રો પર ભીડ જોવા મળે છે. રવિવારે પણ આધાર સેવા કેન્દ્રો કાર્યરત રાખવાથી નાગરિકોને વધુ સુગમતા સાથે સેવા મળી રહેશે, સેવા મેળવવા માટે રાહ જોવાનો સમય ઘટશે અને આધાર સેવાઓનો વ્યાપ વધુ નાગરિકો સુધી પહોંચશે. આ વ્યવસ્થાથી સામાન્ય નાગરિકોને સુવિધા મળવાની સાથે નિયમિત દિવસોની ભીડ ઘટાડવામાં પણ મદદ મળશે.
શહેરના વિવિધ ઝોનમાં કાર્યરત આધાર સેવા કેન્દ્રોની વિગતો
- મધ્ય ઝોન – ગિરધરનગર: ગિરધરનગર વોર્ડ ઓફિસ, કીર્તિ એપાર્ટમેન્ટની બાજુમાં, રચના સ્કૂલ પાસે, સિવિલ હોસ્પિટલની સામે, શાહીબાગ.
- ઉત્તર ઝોન – મેમ્કો: રાજીવ ગાંધી ભવન, મેમ્કો ચાર રસ્તા પાસે, નરોડા રોડ, મેમ્કો.
- પૂર્વ ઝોન – અમરાઈવાડી: અમરાઈવાડી સબ ઝોનલ ઓફિસ, નેશનલ હેન્ડલૂમની બાજુમાં, સ્વસ્તિક ચાર રસ્તા, અમરાઈવાડી.
- દક્ષિણ ઝોન – મણિનગર: કોન્ફરન્સ રૂમ, પ્રથમ માળ, મણિનગર ઝોનલ ઓફિસ, ફાયર સ્ટેશન સામે, રામબાગ, મણિનગર.
- પશ્ચિમ ઝોન – નવરંગપુરા: રૂમ નં. 415, ચોથો માળ, મલ્ટી-લેવલ પાર્કિંગ, નવરંગપુરા બસ સ્ટેશનની બાજુમાં, નવરંગપુરા.
- ઉત્તર પશ્ચિમ ઝોન – બોડકદેવ: સ્વ. બંસીભાઈ પ્રાણલાલ પટેલ બોડકદેવ સબ ઝોનલ ઓફિસ, ગુરુદ્વારા ચાર રસ્તા પાસે, બોડકદેવ.
- દક્ષિણ પશ્ચિમ ઝોન – મકતમપુરા: મકતમપુરા સબ ઝોનલ ઓફિસ, APMC માર્કેટની બાજુમાં, વિશાલા ચાર રસ્તા પાસે, સરખેજ રોડ, મકતમપુરા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને રવિવારે પણ આધાર સેવા કેન્દ્રોની સુવિધાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે. આ પહેલથી નાગરિકોને વધુ સુગમ, સરળ અને સમયાનુકૂળ સેવાઓ ઉપલબ્ધ બનશે તથા નાગરિકલક્ષી વહીવટને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે.
