Somnath mahadev

Diwali Tourism: દિવાળીમાં ગુજરાતના પ્રવાસન સ્થળોએ 38 લાખથી વધુ પ્રવાસીઓ, દ્વારકામાં 128%નો ઉછાળો

Diwali Tourism: દ્વારકા, અંબાજી, સોમનાથ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત 8 મુખ્ય સ્થળોએ પ્રવાસીઓનો રેકોર્ડ ફૂટફોલ; નડાબેટમાં 54% અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 32.35% વૃદ્ધિ

WhatsApp Channel Follow કરો →

અમદાવાદ, 19 નવેમ્બર: Diwali Tourism: દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાતના પ્રવાસન સ્થળો અને પવિત્ર યાત્રાધામો પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ બન્યા છે. 6થી 14 નવેમ્બર, 2026 દરમિયાન રાજ્યના 8 મુખ્ય પ્રવાસન અને ધાર્મિક સ્થળોએ 38 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. ગયા વર્ષની દિવાળીના 9 દિવસની સરખામણીમાં અનેક સ્થળોએ પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.

રાજ્યના મુખ્ય પ્રવાસન સ્થળો દ્વારકા, નડાબેટ, અંબાજી, સોમનાથ, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના સ્થળોએ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ પ્રવાસન ક્ષેત્રે વિકસાવવામાં આવેલી સુવિધાઓ અને આયોજનને આ વૃદ્ધિનું મહત્વપૂર્ણ કારણ ગણાવવામાં આવ્યું છે.

દ્વારકામાં સૌથી વધુ વૃદ્ધિ, અંબાજી મુલાકાતીઓમાં ટોચે

પ્રવાસીઓની સંખ્યામાં સૌથી વધુ ટકાવારી વૃદ્ધિ દ્વારકા ખાતે નોંધાઈ છે. વિવિધ સ્થળોના આંકડા મુજબ:

આ પણ વાંચો:- Vastu Tips: આ દિશામાં માટલું મુકવાથી થઇ જશો માલામાલ, જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર?

  • દ્વારકા મંદિર: 9.75 લાખથી વધુ મુલાકાતીઓ, 128.8% વૃદ્ધિ
  • નડાબેટ: 37 હજારથી વધુ પ્રવાસીઓ, 54.1% વૃદ્ધિ
  • અંબાજી મંદિર, ગબ્બર હિલ અને રોપ-વે: 11.95 લાખથી વધુ મુલાકાતીઓ, 48.9% વૃદ્ધિ
  • સોમનાથ મંદિર: 9.12 લાખથી વધુ મુલાકાતીઓ, 43.9% વૃદ્ધિ
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી: 5.57 લાખથી વધુ પ્રવાસીઓ, 32.35% વૃદ્ધિ
  • ગિરનાર રોપ-વે: 48,800થી વધુ મુલાકાતીઓ, 25.3% વૃદ્ધિ
  • વડનગર: 62 હજારથી વધુ મુલાકાતીઓ
  • સ્મૃતિવન મેમોરિયલ, ભુજ: 25 હજારથી વધુ મુલાકાતીઓ

પ્રવાસન સુવિધાઓ અને આયોજનથી વધ્યું આકર્ષણ

ગુજરાતમાં પ્રવાસન(Diwali Tourism) સ્થળો પર માળખાકીય સુવિધાઓના વિકાસ, પ્રવાસીઓ માટે સુવ્યવસ્થિત આયોજન, પરિવહન અને મુલાકાતીઓને અનુકૂળ વ્યવસ્થાઓના કારણે પ્રવાસન ક્ષેત્રને નવી ગતિ મળી રહી છે. દિવાળીના વેકેશન દરમિયાન ધાર્મિક સ્થળો, ઐતિહાસિક વારસો, કુદરતી સ્થળો અને આધુનિક પ્રવાસન આકર્ષણો તરફ પ્રવાસીઓનો પ્રવાહ વધ્યો છે.

દ્વારકા અને સોમનાથ જેવા ધાર્મિક સ્થળો ઉપરાંત અંબાજી, ગિરનાર, નડાબેટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, વડનગર અને સ્મૃતિવન જેવા સ્થળોએ પણ પ્રવાસીઓએ મોટી સંખ્યામાં મુલાકાત લીધી હતી. આથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ મળ્યો છે અને સ્થાનિક વ્યવસાય, હોટેલ, પરિવહન તથા અન્ય સેવાઓને પણ લાભ મળવાની શક્યતા છે.

દિવાળીના સમયગાળા દરમિયાન નોંધાયેલા આ આંકડા ગુજરાતના પ્રવાસન ક્ષેત્રની વધતી લોકપ્રિયતા દર્શાવે છે. રાજ્યના પ્રવાસન સ્થળોએ સુવિધાઓના વિસ્તરણ અને વ્યવસ્થાપનને કારણે ગુજરાત પ્રવાસીઓ માટે દેશના મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળ તરીકે વધુ મજબૂત બની રહ્યું છે.