Corona Update: ત્રીજી લહેરના એંધાણ! 24 કલાકમાં 45 હજાર નવા કેસ, આટલા છે હાલના એક્ટિવ કેસ- વાંચો વિગત

Corona Update: મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 45,352 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે

નવી દિલ્હી, 03 સપ્ટેમ્બર: Corona Update: સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પર નજર કરીએ તો ત્રીજી લહેરના અણસાર જોવા મળી રહ્યા છે. આજે જે આંકડા સામે આવ્યા છે, તેમાં 45 હજારથી વધુ નવા કેસ અને 4 લાખ જેટલા એક્ટિવ કેસ સામેલ છે. ત્યારે કોરોના વાયરસ ફરી એકવાર સરકાર સાથે સામાન્ય નાગરિકની પણ ચિંતામાં વધારો કરશે. જો કે, રાહતની વાત એ છે કે, દેશમાં રસીકરણની ગતિ ઘણી સારી છે. દરરોજ લગભગ એક કરોડ લોકોને રસીના ડોઝ આરવામાં આવી રહ્યા છે.

મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 45,352 નવા પોઝિટિવ કેસ(Corona Update) નોંધાયા છે. અત્યારે દેશમાં 3,99,778 એક્ટિવ કેસ છે, જે કુલ કેસોના 1.22 ટકા છે. રિકવરી રેટથી રાહત અનુભવિ શકાય છે. 100 માંથી 97 જેટલા દર્દીઓ સાજા થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 34,791 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. અત્યાર સુધીમાં દેશમાં 3,20,63,616 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે અથવા તો તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ Tokyo Paralympics: ટોક્યો પેરાલિમ્પિકમાં પેરા એથલિટ પ્રવીણ કુમારે જીત્યો સિલ્વર મેડલ- વાંચો વિગત

કોરોના સંક્રમણની વધતી ચિંતા વચ્ચે રસીકરણની ઝડપ પણ પ્રશંસનીય છે. દેશમાં અત્યાર સુધીમાં 67.09 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. તેમજ અત્યાર સુધીમાં 52.65 કરોડ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કેરળમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોવિડ-19 ના 21,634 દર્દીઓ પણ સંક્રમણ મુક્ત થયા, જેના કારણે રાજ્યમાં આ જીવલેણ વાયરસના સંક્રમણને હરાવનારા લોકોની સંખ્યા વધીને 38,60,248 થઈ ગઈ છે. રાજ્યમાં કોવિડ-19 ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 2,40,186 થઈ ગઈ છે. હાલમાં વિવિધ જિલ્લાઓમાં 5,68,087 લોકોને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે, જેમાંથી 33,282 લોકો હોસ્પિટલમાં છે.

Whatsapp Join Banner Guj