praveen kumar para 2

Tokyo Paralympics: ટોક્યો પેરાલિમ્પિકમાં પેરા એથલિટ પ્રવીણ કુમારે જીત્યો સિલ્વર મેડલ- વાંચો વિગત

Tokyo Paralympics: ટોક્યો ગેમ્સની હાઈ જમ્પમાં ભારતના 4 મેડલ થયા છે. આ પહેલા હાઈ જમ્પની ટી63 સ્પર્ધામાં ભારતના મરિયપ્પન થંગાવેલુએ સિલ્વર મેડલ જીત્યો હતો

સ્પોર્ટ્સ ડેસ્ક, 03 સપ્ટેમ્બરઃ Tokyo Paralympics: ટોક્યો પેરાલિમ્પિકમાં પેરા એથલિટ પ્રવીણ કુમારે સિલ્વર મેડલ જીત્યો છે. નોઈડાના 18 વર્ષના પ્રવીણે પુરૂષ હાઈ જમ્પ ટી 64 વર્ગમાં 2.07 મીટરનો જમ્પ માર્યો અને બીજા સ્થાન પર રહ્યો. ગ્રેટ બિટેનના બ્રૂમ-એડવર્ડ્સ જોનાથને (2.10 મીટર) ગોલ્ડ મેડલ પર કબજો કર્યો હતો. સ્પર્ધાનો બ્રોન્ઝ મેડલ પોલેન્ડના લેપિયાટો માસિએજોએ જીત્યો છે.

આ પણ વાંચોઃ Sidharth shukla funeral: આજે સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર, માતા અને શહેનાઝની હાલત હજી ખરાબ, વિશ્વાસ કરવો મુશ્કેલ- વાંચો સંપૂર્ણ કાલની ઘટનાનો અહેવાલ

ટોક્યો ગેમ્સ(Tokyo Paralympics)ની હાઈ જમ્પમાં ભારતના 4 મેડલ થયા છે. આ પહેલા હાઈ જમ્પની ટી63 સ્પર્ધામાં ભારતના મરિયપ્પન થંગાવેલુએ સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે શરદ કુમારને બ્રોન્ઝ મળ્યો હતો. નિષાદ કુમારે ટી47 માં એશિયન રેકોર્ડની સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.

હાલમાં પેરાલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં 11 મેડલ જીત્યા છે. ભારતના ખાતે હવે 2 ગોલ્ડ, 6 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ છે. આ પેરાલિમ્પિકના ઇતિહાસમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. રિયો પેરાલિમ્પિક (2016) માં ભારતે 2 ગોલ્ડ સહિત 4 મેડલ જીત્યા હતા.

પ્રવીણ કુમારના આ અદ્ભુત પરાક્રમ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેને અભિનંદન પાઠવ્યા છે. સિલ્વર મેડલ જીતવા પર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યું, ‘પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતવા બદલ તેમને પ્રવીણ પર ગર્વ છે. આ મેડલ તેની મહેનત અને સમર્પણનું પરિણામ છે. અભિનંદન, તેને ભવિષ્ય માટે શુભેચ્છાઓ.

Whatsapp Join Banner Guj