Poonam Madam 2 edited

Poonam maadam corona positive: જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ કોરોના પોઝીટીવ

Poonam maadam corona positive: આજે પૂનમબેન માડમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતાં તેમના સમર્થકોમાં ચિંતા વ્યાપી

જામનગર, 19 જાન્યુઆરીઃ Poonam maadam corona positive: જામનગર અને દેવભૂમિ દ્વારકા સંસદીય મતક્ષેત્રના સાંસદ પૂનમબેન માડમ પણ કોરોના સંક્રમિત બની ગયા છે, અને તેઓનો આજે પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જો કે તેમની તબિયત સારી છે, અને હોમ આઇસોલેટ થયા છે. કોરોનાના સંક્રમણ ને લઈને તેમના સમર્થકોમાં ચિંતા પ્રસરી છે.

સતત લોકોની વચ્ચે રહી લોકોના પ્રશ્નોને વાચા આપનાર સક્રિય નેતા એવા સાંસદ પૂનમબેન પોતાના કાર્યાલયો ઉપરાંત સંસદીય મતક્ષેત્રમાં સતત પ્રવાસો કરી અને કોરોના ગાઈડલાઈન્સ અનુસરીને લોકોના પ્રશ્નો માટે સતત સક્રિય રહે છે, દરમિયાન આજે પૂનમબેન માડમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતાં તેમના સમર્થકોમાં ચિંતા વ્યાપી છે. અને પૂનમબેન જલ્દી સંપૂર્ણ સ્વસ્થ થાય તેવી પ્રાર્થના શુભેચ્છકો કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Sania mirza announces retirement: ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સન્યાસ લેવાની કરી જાહેરાત, આપ્યું આ કારણ- વાંચો વિગત

Gujarati banner 01