Sania mirza announces retirement

Sania mirza announces retirement: ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સન્યાસ લેવાની કરી જાહેરાત, આપ્યું આ કારણ- વાંચો વિગત

Sania mirza announces retirement: ઓસ્ટ્રેલિયન ઓપન રમવા માટે પહોંચેલી સાનિયા મિર્ઝાનુ કહેવુ છે કે, આ મારી આખરી સિઝન છે

સ્પોર્ટ્સ ડેસ્ક, 19 જાન્યુઆરીઃ Sania mirza announces retirement: ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ ટેનિસમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયન ઓપન રમવા માટે પહોંચેલી સાનિયા મિર્ઝાનુ કહેવુ છે કે, આ મારી આખરી સિઝન છે.આમ 2022માં સાનિયા મિર્ઝા છેલ્લી વખત ટેનિસ રમતા દેખાશે.

ઓસ્ટ્રેલિયન ઓપનમાં સાનિયાને આજે હારનો સામનો કરવો પડ્યો હતો.એ પછી તેણે કહ્યુ હતુ કે, આ મારી આખરી સિઝન હશે.હું આગળ રમવા માટે તૈયારી તો કરી રહી છું પણ નક્કી નથી કે, 2022ની સિઝન પણ હું પુરી રમીશ કે નહીં…કારણકે મને લાગે છે કે, હું સારુ રમી શકુ છુ પણ હવે શરીર પહેલાની જેમ સાથ નથી આપતુ…

આ પણ વાંચોઃ covid positive case in supreme: સુપ્રીમ કોર્ટમાં કોરોના કહેર, 10 જજ અને 400 કર્મચારીઓ સંક્રમિત- વાંચો વિગત

ભારતીય ટેનિસ માટે આ ઝાટકો હશે.સાનિયા 2003 થી ઈન્ટરનેશનલ ટેનિસ ભારત માટે રમી રહી છે અને બે દાયકા બાદ તે ટેનિસ કોર્ટ પરથી વિદાય લેશે.

સાનિયા મિર્ઝાએ ડબલ્સમાં યુક્રેનની પાર્ટનર સાથે કોર્ટ પર ઉતરી હતી પણ પહેલા રાઉન્ડમાં આ જોડી હારી ગઈ હતી.હવે સાનિયા અને રોહન બોપન્ના ભારત વતી મિક્સ ડબલ્સમાં ઉતરશે.

Gujarati banner 01