Pragati Meeting: પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં 54મી પ્રગતિ બેઠક યોજાઈ
Pragati Meeting: 31 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ₹16,000 કરોડથી વધુના માળખાગત સુવિધા પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવી.
- Pragati Meeting: પ્રધાનમંત્રીએ 31 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ₹16,000 કરોડથી વધુના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી
- પ્રધાનમંત્રીએ મુખ્ય રેલવે સ્ટેશનોને મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે ઝડપથી પુનઃવિકાસ કરવા આહ્વાન કર્યું
- પ્રધાનમંત્રીએ સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકો (APIs) અને આવશ્યક ઇનપુટ્સના સ્થાનિક ઉત્પાદનને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો
- પ્રધાનમંત્રીએ કલ્યાણકારી યોજનાઓના અમલીકરણમાં સુધારો કરવા માટે મુખ્ય સચિવોને દર મહિને જિલ્લા મેજિસ્ટ્રેટ્સ સાથે યોજનાઓની સમીક્ષા કરવા જણાવ્યું
- પ્રધાનમંત્રીએ કહ્યું કે નાગરિકોના જીવનમાં સુધારો લાવવા માટે નાણાકીય ફાળવણી કરતા પરિણામો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ
- પ્રધાનમંત્રીએ એકતા મોલ્સને પ્રવાસન અને સ્થાનિક વ્યવસાયો સાથે જોડવા માટે આહ્વાન કર્યું
🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲
📲 WhatsApp પર શેર કરોનવી દિલ્હી, 29 ઑક્ટોબર: Pragati Meeting: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સેવા તીર્થ ખાતે પ્રો-એક્ટિવ ગવર્નન્સ અને ટાઇમલી ઇમ્પ્લીમેન્ટેશનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી સક્ષમ ICT-આધારિત, મલ્ટિ-મોડલ પ્લેટફોર્મ ‘પ્રગતિ’ (PRAGATI) ની 54મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ પ્લેટફોર્મ અમલીકરણના અવરોધોને દૂર કરવા અને પ્રોજેક્ટ્સ તથા કલ્યાણકારી યોજનાઓના અમલીકરણમાં સુધારો કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને એકસાથે લાવે છે.
બેઠક દરમિયાન, પ્રધાનમંત્રીએ 31 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતા અને ₹16,000 કરોડથી વધુના ખર્ચ ધરાવતા રેલવે, એકતા મોલ્સ અને ડ્રગ પાર્ક્સ ક્ષેત્રના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી હતી. આર્થિક વિકાસ અને જાહેર કલ્યાણ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા આ પ્રોજેક્ટ્સની સમીક્ષા સમયમર્યાદા, આંતર-એજન્સી સંકલન અને સમસ્યાઓના સમયસર નિવારણ પર ધ્યાન કેન્દ્રિત કરીને કરવામાં આવી હતી.
આ પણ વાંચો:- Shweta Tiwari: શ્વેતા તિવારીનો બ્લેક લુક સોશિયલ મીડિયા પર છવાયો!
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પીએમ એકતા મોલ્સે સ્થાનિક ઉત્પાદનો માટે બજારો પૂરા પાડવા જોઈએ, કારીગરોના આજીવિકાના સાધનોને મજબૂત કરવા જોઈએ અને તેમના સાહસોનો વિસ્તાર કરવામાં મદદ કરવી જોઈએ. તેમણે આ મોલ્સને પ્રવાસન અને સ્થાનિક વ્યવસાયો સાથે જોડવાનું આહ્વાન કરતા નોંધ્યું હતું કે વધતી માંગ ગ્રામીણ ઉત્પાદન, પેકેજિંગ, સંગ્રહ અને પરિવહનમાં રોજગારી ઊભી કરી શકે છે. તેમણે મુખ્ય સચિવો દ્વારા નિયમિત ધોરણે પ્રગતિની સમીક્ષા કરવા અને મોલ્સનું કામ સમયસર પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો.
આંધ્રપ્રદેશ, ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં બલ્ક ડ્રગ પાર્ક્સની સમીક્ષા કરતા પ્રધાનમંત્રીએ આત્મનિર્ભરતાને મજબૂત કરવા માટે સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકો (APIs) અને આવશ્યક ઇનપુટ્સના સ્થાનિક ઉત્પાદનને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રીએ મુખ્ય સચિવોને અમલીકરણની ખામીઓને દૂર કરવા અને પાત્ર લાભાર્થીઓ સુધી સમયસર લાભો પહોંચાડાય તે સુનિશ્ચિત કરવા માટે દર મહિને જિલ્લા મેજિસ્ટ્રેટ્સ સાથે યોજનાઓની સમીક્ષા કરવા જણાવ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે શાસને આઉટલેઝ (નાણાકીય ફાળવણી) કરતા આઉટકમ્સ (પરિણામો) પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જેથી કરીને જાહેર ખર્ચ લોકોના જીવનમાં મૂર્ત સુધારામાં રૂપાંતરિત થઈ શકે.
આકાંક્ષી જિલ્લાઓ અને આકાંક્ષી બ્લોક્સ (Aspirational Blocks) કાર્યક્રમોનો સંદર્ભ આપતા, તેમણે ઓછી સુવિધા ધરાવતા વિસ્તારોમાં વિકાસને ઝડપી બનાવવા માટે અભિસરણ (convergence), નિયમિત મોનિટરિંગ અને સ્થાનિક જવાબદેહીની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે નોંધ્યું હતું કે શાસનને મજબૂત કરવા અને કલ્યાણકારી યોજનાઓના વિતરણમાં સુધારો કરવાના સતત પ્રયાસોથી લગભગ 25 કરોડ લોકોને બહુપરીમાણીય ગરીબીમાંથી બહાર આવવામાં મદદ મળી છે.
અમદાવાદ રેલવે સ્ટેશનના પુનઃવિકાસની સમીક્ષા દરમિયાન, પ્રધાનમંત્રીએ મુસાફરોની સુવિધા અને મુસાફરીની સરળતા વધારવા માટે દેશભરના મુખ્ય રેલવે સ્ટેશનોના પુનઃવિકાસની કામગીરી ઝડપી બનાવવા આહ્વાન કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પુનઃવિકસિત સ્ટેશનો મેટ્રો અને અન્ય પરિવહન નેટવર્ક સાથે સીમલેસ કનેક્ટિવિટી ધરાવતા મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે કાર્ય કરવા જોઈએ.
પ્રધાનમંત્રીએ સંબંધિત મંત્રાલયો અને રાજ્ય સરકારોને મિશન મોડમાં અવરોધો ઉકેલવા, કેન્દ્ર-રાજ્ય અને આંતર-એજન્સી સંકલન મજબૂત કરવા અને સર્વોચ્ચ સ્તરે ચુસ્ત દેખરેખ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. દરેક સ્તરે વધુ માલિકીભાવ સાથે સક્રિય કાર્યસંસ્કૃતિનું આહ્વાન કરતા, તેમણે અમલીકરણના પડકારોની અગાઉથી કલ્પના કરવા, સમયસર નિર્ણયો લેવા અને પ્રોજેક્ટ્સને સમયપત્રક મુજબ પૂર્ણ કરવા માટે સ્પષ્ટ જવાબદેહી નક્કી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
