toilet

Children forget to use toilet: ટેન્શનમાં છે આ દેશ! બાળકોને શૌચાલયનો ઉપયોગ કરવું જ આવડતું નથી…

Children forget to use toilet: સ્વિત્ઝરલેન્ડમાં 11 વર્ષના બાળકો સ્કૂલમાં ડાયપર પહેરીને શાળાએ જાય છે

નવી દિલ્હી, 19 જૂનઃ Children forget to use toilet: જો કોઈ બાળક ફોનનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતું હોય, તો તેણે શૌચાલયનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ જાણવું જોઈએ. લગભગ દરેક જણ આ વાત સ્વીકારે છે. પરંતુ એક એવો દેશ છે જ્યાં 11 વર્ષની ઉંમરે પણ બાળકો ડાયપર પહેરીને શાળાએ જાય છે. આ બાળકોને શૌચાલયનો ઉપયોગ કેવી રીતે કરવો તે આવડતું નથી.

મામલો સ્વિત્ઝરલેન્ડનો છે. અહીંની શાળાના શિક્ષકોની ફરિયાદ છે કે ઘણા વિદ્યાર્થીઓ ડાયપર પહેરીને વર્ગમાં આવે છે કારણ કે તેઓ શૌચાલયનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા નથી.

આ પાછળનું કારણ શું છે?

સ્વિસ ફેડરેશન ઑફ ટીચર્સના વડા ડેગમાર રોસલેરે સ્થાનિક અખબારને જણાવ્યું હતું કે, “બાળકો 4 વર્ષની ઉંમરની આસપાસ શાળાએ જવાનું શરૂ કરે છે, પરંતુ તમે જોશો કે ઘણા લોકો હજુ પણ ડાયપરનો ઉપયોગ કરે છે,”. પરંતુ જ્યારે 11 વર્ષના બાળકો ડાયપર પહેરીને શાળાએ આવવા લાગે છે ત્યારે તે ચિંતાનો વિષય છે.

ઘણા બાળકોને ડાયપર પહેરવાની એટલી આદત પડી ગઈ છે કે તેઓ જાણી જોઈને શૌચાલયનો ઉપયોગ કરતા નથી અથવા ભૂલી ગયા છે. માતા-પિતા પોતે આ વાત પોતાના બાળકોને શીખવતા નથી. દેશમાં આ માટે તાલીમ સત્રો છે, પરંતુ તેઓ બાળકોને ત્યાં લઈ જતા નથી.

શૈક્ષણિક વૈજ્ઞાનિક માર્ગુરેટ સ્ટેમ કહે છે, ‘કેટલાક માતાપિતાને ડાયપર પહેરાવાનું વધુ અનુકૂળ લાગે છે. આજના સમયમાં આ કોઈ સમસ્યા નથી. પરંતુ આ સંપૂર્ણપણે ખોટો સંદેશો દર્શાવે છે.

બાળ વિકાસ નિષ્ણાંત રીટા મેસમેરે જણાવ્યું હતું કે ડાયપર પહેરીને શાળાએ આવતા બાળકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. એક 11 વર્ષનો બાળક તેની પાસે આવ્યો, જે હજુ પણ શૌચાલયનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતો નથી. બાળકોને આ બાબતે કંઈ ખબર નથી, જેના કારણે શિક્ષકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. જેમણે બાળકોના ડાયપર બદલવામાં મદદ કરવી પડે છે. આ અંગે શિક્ષકોએ વાલીઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો… FIR registered against Adipurush Movie: ‘આદિપુરુષ’ ના નિર્માતા ની મુશ્કેલી વધી, હવે આ મામલે ફિલ્મ વિરુદ્ધ નોંધાઈ FIR

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો