Digital Life Certificate: રાજકોટ રેલવે મંડળમાં નવેમ્બરમાં ડિજિટલ જીવન પ્રમાણપત્ર અભિયાન 5.0
Digital Life Certificate: રાજકોટ રેલવે ડિવિઝનમાં 1 થી 30 નવેમ્બર સુધી ચાલશે રાષ્ટ્રવ્યાપી ડિજિટલ જીવન પ્રમાણપત્ર અભિયાન 5.0
🔥 આ સમાચારને WhatsApp પર જરૂર શેર કરો 📲
📲 WhatsApp પર શેર કરોરાજકોટ, 29 ઑક્ટોબર: Digital Life Certificate: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં ભારત સરકારના પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી ડિજિટલ જીવન પ્રમાણપત્ર (ડીએલસી) અભિયાન 5.0 અંતર્ગત રેલવે પેન્શનરોને જીવન પ્રમાણપત્ર ડિજિટલ માધ્યમથી જમા કરાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ અભિયાન 1 થી 30 નવેમ્બર, 2026 દરમિયાન ચલાવવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય પેન્શનરોને ડિજિટલ સુવિધાઓ પ્રત્યે જાગૃત અને સશક્ત બનાવવાનો તેમજ જીવન પ્રમાણપત્ર જમા કરાવવાની પ્રક્રિયાને સરળ, સુવિધાજનક અને સુગમ બનાવવાનો છે.
આ પણ વાંચો:- Shweta Tiwari: શ્વેતા તિવારીનો બ્લેક લુક સોશિયલ મીડિયા પર છવાયો!
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ રાષ્ટ્રવ્યાપી અભિયાન દેશભરના 2,000 થી વધુ શહેરો અને નગરોમાં જાહેર ક્ષેત્રની બેંકો, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ (યુઆઇડીએઆઇ), ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય તથા અન્ય સહભાગી વિભાગો અને સંસ્થાઓના સહયોગથી આયોજિત કરવામાં આવી રહ્યું છે. છેલ્લા ચાર વર્ષ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારોના પેન્શનરો માટે 6.40 કરોડથી વધુ ડિજિટલ જીવન પ્રમાણપત્રો જનરેટ કરવામાં આવ્યા છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ ફાઈનાન્સ મેનેજર પવન કુમાર મીનાએ જણાવ્યું હતું કે, આ પહેલ અંતર્ગત પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં પણ વિવિધ સ્થળોએ ડિજિટલ જીવન પ્રમાણપત્ર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત, રાજકોટ સ્થિત કોઠી કમ્પાઉન્ડ ખાતે વરિષ્ઠ ડિવિઝન નાણા પ્રબંધક (Sr. DFM) ની કચેરીમાં તમામ કામકાજના દિવસોમાં આ સુવિધા ઉપલબ્ધ રહેશે, જ્યાં રેલવે પેન્શનરો પોતાનું ડિજિટલ જીવન પ્રમાણપત્ર જમા કરાવી શકે છે.
રાજકોટ ડિવિઝનના તમામ રેલવે પેન્શનરોને અપીલ કરવામાં આવે છે કે તેઓ આ અભિયાનનો લાભ ઉઠાવે અને નિર્ધારિત સમયગાળા દરમિયાન પોતાનું જીવન પ્રમાણપત્ર ડિજિટલ માધ્યમથી જમા કરાવી પેન્શન સંબંધિત ઔપચારિકતાઓ સરળ અને અનુકૂળ રીતે પૂર્ણ કરે.
