Vladimir Putin: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને આવ્યો હાર્ટ એટેક…
Vladimir Putin: પુતિન રવિવારે રાત્રે લગભગ 9.05 કલાકે પોતાના બેડરૂમના ફ્લોર પર પડી ગયા હતા
નવી દિલ્હી, 24 ઓક્ટોબરઃ Vladimir Putin: ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્તવમાં રશિયન રાષ્ટ્રપતિને હાર્ટ એટેક આવ્યો છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પુતિન રવિવારે રાત્રે લગભગ 9.05 કલાકે પોતાના બેડરૂમના ફ્લોર પર પડી ગયા હતા. આ દરમિયાન અવાજ સાંભળતા જ સુરક્ષાકર્મીઓ રાષ્ટ્રપતિના રૂમમાં પહોંચી ગયા હતા.
જણાવી દઈએ કે, તાજેતરના વર્ષોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની તબિયત ઘણી ખરાબ જોવા મળી રહી છે. આ પહેલા પણ ઘણા વીડિયોમાં હાથ ધ્રૂજતા જોવા મળ્યા હતા. ભાષણ દરમિયાન પણ તે નબળા દેખાતા હતા.
આ પણ વાંચો… Train Timing Changed News: રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ રાજકોટથી મોડી ઉપડશે, વાંચો વિગતે…