jitudan gadhvi passed away

jitudan gadhvi passed away:ડાયરાના ક્ષેત્રના ભિષ્મ પિતા એવા જિતુદાન ગઢવીનું 83 વર્ષે નિધન, ગાયક હેમંત ચૌહાણે આપી શ્રદ્ધાંજલિ

jitudan gadhvi passed away: કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા અને રાજ્યના પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ જીતુદાન ગઢવીના નિવાસસ્થાને જઈને કુટુંબીજનોને સાંત્વના આપી

અમદાવાદ, 06 ફેબ્રુઆરીઃ jitudan gadhvi passed away: આજે ભારત રત્ન વડે સન્માનિત ભારતના સુરસામ્રાજ્ઞી લતા મંગેશકરનું નિધન થયું ત્યારે ગઇ કાલે ગુજરાતી સાહિત્ય ચારણ અને લોક સાહિત્ય દ્વારા પોતાનું યોગદાન આપનારા જીતુદાન ગઢવીનું 83 વર્ષે લાંબી બિમારીથી નિધન થયું છે.

ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ જીતુદાન ગઢવીની પરિવારની મુલાકાત લીધી. આ સાથે જ પોતાના સોશિયલ મીડિયા પર તસ્વીર શેર કરીને સાહિત્ય જગતના આ મહાનુભાવને શ્રદ્ધાજલિ આપી.

ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ લખ્યું કે, લોક સાહિત્યને આજે પણ અકબંધ રાખવામાં જેમનો સિંહ ફાળો છે, તેવા જીતુદાન ગઢવીનું આજે 83 વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયું. અમદાવાદ ખાતે આવેલ તેમના નિવાસસ્થાને જઈને કુટુંબીજનોને સાંત્વના આપી દુઃખ વ્યક્ત કર્યું. હું ગયો તે પહેલાં કેન્દ્રીય મંત્રીશ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા પણ ગયા હતા.

આ પણ વાંચોઃ Under 19 World Cup 2022: ભારતીય ક્રિકેટની યુવા બ્રિગેડે ઈતિહાસ સર્જ્યો, ભારત બન્યું વર્લ્ડ ચેમ્પિયન 5મી વખત જીતી ટ્રોફી

Gujarati banner 01