Urja novel part 23

Urja part-23: ઉર્જાના જીવનમાં આવેલું પરિવર્તન ભાગ:2

પ્રકરણ:23 (Urja part-23) ઉર્જાના જીવનમાં આવેલું પરિવર્તન ભાગ:2

Urja part-23: ઉર્જા તેની વ્હાલસોયી નાની બહેન સમાન સંજનાને સમજાવતાં કહે છે”છોડ સંજુ ચાલ બહુ ન વિચાર તુ સુઈ જા બાકીની વાતો સવારે કરીશું…

સંજના વ્હાલથી કહે”ભાભી…મારી પ્યારી ભાભી…હું તમારા રૂમમાં સુઈ જાવ તો કંઈ વાંધો તો નથી ને?હું તમારા રુમમાં જ સુવા માગુ છું… ભાભુ આપણે બે બહુ બધી વાતો કરશું, ઉર્જાએ પણ સંજુની વાતને સ્વીકારી સંમતિ આપતા કહ્યું જેવી તમારી ઈચ્છા…

ઉર્જાને વર્ક કરતાં જોઈ
સંજનાથી પુછ્યા વગર રહેવાયું નહીં ભાભી તમે શું કરો છો…મેં જોયું…આ…?

ઉર્જા સંજનાને પ્રસરાવતા કહે”બેટા આ મારુ ઓફિસવર્ક છે….હુ એક પ્રોજેકટ પર કામ કરું છું….

સંજનાને ઉત્સુકતા જાગી આ બાબતે વધુ જાણવાની…

ભાભુ મને સમજાવશો…કે આ શાનું… છે મને પણ જાણવાની ખુબ ઈચ્છા થઈ છે….પ્લીઝ…. ભાભુ…આટલું કહી સંજુ માહિતી જાણવા માટે તત્પર હતી…

મમ્મી પપ્પાને પણ તમારા વિશે ચર્ચા કરતાં સાંભળ્યા હતા,કે આપણી ઉર્જા ખુબ ડાહી સંસ્કારી પ્રતિભાશાળી અને સ્ત્રી ઓ માટે પ્રેરણા બનનારી છોકરી છે.આપણી ઉર્જા અને તેની એન.જી.ઓ.ઓફિસ સતત ન્યુઝ પેપર માટે ચર્ચાસ્પદ રહી છે,તેના કામ અને વિશિષ્ટ યોગદાન માટે.તમને આ બાબતે કેટલા અચીવમેન્ટ પણ મળ્યા છે….

ઉર્જા તેની વ્હાલસોયી સંજનાને પોતાની વાત રજુ કરતાં કહે”બેટા એવું કંઈ જ નથી,એ મમ્મી પપ્પા ના આશીર્વાદ છે નહીં તો હુ એમના આશીર્વાદ વગર કંઈ જ નથી.સહકાર એમનો હોવા છતાંય મને સફળતાનો યશ આપે છે.હું બહુ લકી માનું છું પોતાની જાતને કે મને આવા પ્રેમાળ સાસુ સસરા મળ્યા, અરે…એ મારા માટે તો મારા મમ્મી પપ્પા જ છે,ફર્ક એ છે કે એમને મને જન્મ નથી આપ્યો.પણ કર્મથી તો મારા મમ્મી પપ્પા છે,ઉર્જા અને સંજનાની વાતો સાંભળી અંજનાબહેનની આંખો ભીની થઈ ગઈ
અંજનાબહેનની પણ આંખો ભીની થઈ ગઈ.

ઉર્જા અને સંજના કંઈ જોઈએ તમારે…કંઈ જોઈએ તો માંગી લેજો…આટલું કહીને અંજનાબહેન ચાલ્યા જવા જ જાય છે. ત્યારે ઉર્જા તેમને રોકે છે…મમ્મી તમે અહીં કેમ ઉભા છો અહીં બેસો…અંજનાબહેન દિકરી ઉર્જાના કામમાં ખલેલ ન પહોંચે એનું તે ધ્યાન રાખે છે…સંજના…તું તારું કામ કર ઉર્જાને પણ કામ કરવા દે ડિસ્ટર્બ ન કર…અંજનાબહેન સંજનાને ઠપકો આપે છે….

ઉર્જા સાસુમાને કહે સંજુ અહીં સો સુતી મને કંઈ વાંધો નથી.આમ પણ મારી એકલતા હળવી થયી.સંજુ જોડે બેસવું મને ગમે છે….

અંજનાબહેન ચિંતીત અવાજમાં દિકરી ઉર્જાને પુછે કે”ખરેખર દિકરા…તને ખલેલ નથી પહોંચતીને….

અરે…મમ્મી ના….શું તમે…પણ…મારી સંજુ કેટલા દિવસે આવી છે, એની જોડે સમય વિતાવવાનો મોકો જો મળ્યો છે.મને બહુ ગમે છે.
       ઉર્જા ઉતાવળી થયેલી સંજનાને કહે રિલેક્સ ડિયર….તુ શાંત થા….પહેલા ચાલ તુ ઉંડા શ્વાસ લે….પાણી પી….હવે શાંતિથી બેસ…અને જો આ પ્રોજેક્ટ મને ઓફિસમાંથી આપ્યો છે.સંજુના મનમાં પ્રશ્ન થાય એ પહેલાં જ ઉર્જા કહે છે”આ એક ગરીબ બાળકો પર છે,તેઓ કોઈ કારણોસર સ્કુલ નથી જઈ શકતા,તેઓ સ્કુલને લગતી અભ્યાસ સામગ્રી નથી ખરીદી શકતાં ટુકમા કહું તો તેમને જે સમસ્યાઓ આવે છે એના નિવારણ મા આ કાર્યક્રમ નુ આયોજન કરવાનું છે એ પહેલાં તેમની સમસ્યાઓ રિસર્ચ કરી સર્વે ફોમ ભરાવવાનુ અને તેમની સમસ્યા હળવી કરવાનું…. આ વર્ક છે.

      સંજનાથી કહેવાઈ જાય છે…વાહ ભાભુ…મમ્મી પપ્પા તમારા ખોટા વખાણ નથી કરતા તમે એના લાયક છો જ….
તમારી મહેનત અને તમારી વિનમ્રતા બોલે છે…તમે આમ જ આગળ વધતા રહો અમને તમારા ઉપર ગર્વ છે….ભાભુ મને પણ સમજાવશો હું પણ તમને  મદદરુપ થવા પ્રયત્ન કરે…સંજના અને ઉર્જા વાતો
કરતા કરતા સુઈ ગયા. ક્યારે સવાર પડી ગઈ ખબર જ ન રહી.ઉર્જા સવારે વહેલા ઉઠી નાહી ધોઈ રસોડામાં ગઈ સાસુ સસરા અને વ્હાલી સંજના માટે ચા નાસ્તો તૈયાર કર્યો.
      સંજના રસોડામાં કામ કરી રહેલી ઉર્જાને પ્રેમથી હગ કરી ને ગુડમોર્નિંગની શુભકામનાઓ આપી.

       સંજના બેઠી બેઠી ગપ્પા મારી રહી હતી,અંજનાબહેને સંજનાને ઠપકો આપતાં કહ્યું”એ…જો….તારી ભાભીમાંથી કંઇક શીખ.ભણવામાં ધ્યાન આપ આ સમય ફરી નહીં આવે એ જો…હું તો તને કાલની બકબક કરતાં જોવું છું,ચોપડી પકડતાં તો તને જોઈજ નથી ખાલી તને ફાલતુ વાતો કરતાં જોઈ રહી છું.માફ કરજો સંજુના પપ્પા માફ કરજે ઉર્જા દિકરા મેં તારી અને સંજનાની વાતો સાંભળી હતી,રાત્રે સંજનાને ભણવાની વાત તો એના મોઢે સાંભળી જ નહીં.જોવો આવુ ને આવુ તારુ ખાતુ રહ્યું તો તુ ડોક્ટર તો શું કંપાઉન્ડર પણ નહીં બને…મારી વાત મગજમાં ગાંઠ બાંધી રાખજે.તારું રિઝલ્ટ ઓછું આવ્યું તો તને ભણવાનું છોડાવી ઘરે બેસાડી દઈશ.”અંજનાબહેનના આ શબ્દો સંજનાને સતત ભયભીત કરી રહ્યા હતા.

અંજનાબહેન વારંવાર સંજનાને અભ્યાસ બાબતે ટોકે રાખતા,પણ ઉર્જા મમ્મી ને સમજાવતી મમ્મી સંજના હજી નાની છોકરી છે,એનામાં બાળક બુદ્ધિ હોય આ બાબત સમજ આવે મને.મને.મમ્મી એતો આપમેળે ભણશે મારી સંજુ તો બહુ ડાહી છે તમારે કહેવાની જરૂર નહીં પડે.જોવો એ બેસી જ જશે.તમારા અતિશય પ્રેશરથી એના મગજ પર ઊંડી અસર પડશે.એને મન થયું તો આપમેળે ભણશે જોજો તમે….”આટલું કહીને ઉર્જા અંજનાબહેનને શાંત પાડે છે.


       ચાલો મમ્મી આજે મારે ઓફિસમાં રજા છે તો આપણે બહાર ફરવા જ ઈએ તો કેવું રહે…પારિતોષભાઈ કહે દિકરા ઉર્જા તુ સંજના અને તમારા મમ્મી જઈ આવો મારે આજે અગત્યની મિટિંગ છે.સાચવીને જાજો…આટલું કહીને પારિતોષભાઈ ઓફિસે ગયાં.
          સંજના સાભળી હરખાઈ ગઈ,”અરે….સાચે ભાભુ આપણે ફરવા જવાનું છે??તો હું જલ્દી ફટાફટ તૈયાર થઈ આવું મેં યુ ગઈ ઓર યુ આવી”આટલું કહીને સંજના તૈયાર થવા ગઈ.અંજનાબહેનને ઉર્જાએ પોતાના હાથે તૈયાર કર્યા… અંજનાબહેનથી રડાઈ ગયું “દિકરા કેવા વિધીના ખેલ છે.મારે તને તૈયાર કરવી જોઈએ એની જગ્યાએ તુ મને સજાવી રહી છે…અંજનાબહેન આટલું બોલીને રડી પડ્યા. “

        ઉર્જા તેની સાસુમાને હિંમત આપતાં કહે,મમ્મી જુની વાતો યાદ કરવાથી દુઃખ જ મળે છે, એના સિવાય બીજું કંઈ જ નથી મળતું ચાલો હવે આપણે જઈએ.આટલું કહી ઉર્જા તેની સાસુમાને હૈયાધારણ આપે છે.”
અંજનાબહેન અને ઉર્જા સંજનાની રાહ જોઈ બેઠા હોય છે”અંજનાબહેન આકરા અવાજે કહે અરે….ઓ સંજના ક્યાં ગૂમ થઈ ગઈ….સાભળે છે કે સુઈ ગ ઈ ચાલ હવે આટલી વાર શાને લાગે જલ્દી કર હવે…”

વધુમા હવે આગળ….પ્રકરણ:24

આ પણ વાંચો..Intjaar part-8: જુલી પરિવાર સાથે હોય એટલે બધી જગ્યાએ ફાવી જતું હોય છે પરંતુ અહીં મારો પરિવાર છે…

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *