lemon gift inmarriage

lemon gift in marriage: વધતા ભાવના કારણે લગ્ન પ્રસંગની છાબ,મીઠાઇના બોક્સ તથા દાગીનાના બોક્સ ભરીને અપાઇ લીંબુની ભેટ

lemon gift in marriage: આમ વધતા જતા લીંબુ નો ઉપયોગ પરીવાર જનોએ અને મિત્ર મંડળ ના લોકોએ અનોખી રીતે કાર્યક્રમ કર્યો હતો

રાજકોટ, 16 એપ્રિલઃ lemon gift in marriage: પેટ્રોલ-ડીઝલ, CNG-PNG અને હવે લીંબુના વધતા ભાવના દિવસેને દિવસે આકાશને આંબે છે. તેવામાં રાજકોટ જીલ્લા ના ધોરાજી મા લગ્ન પ્રસંગે છાબ મા અને મીઠાઈ ના બોક્સ મા રૂપિયા અને દાગીના તથા મીઠાઈ ની જગ્યાએ લીંબુ વરજાનાને અપાઈ કારણ કે લીંબુ ભરીને ભેટ અપાઇ.

ત્યારે ધોરાજી ના હિરપરા વિસ્તાર મા રહેતા મોણપરા ફેમિલી મા દિકરા ના લગ્ન હોય અને પીઠી ચોડવાનો કાર્યક્રમ હતો ત્યારે હાલ શાકભાજી તથા લીંબુ મા ભાવો વધતા હોય અને લીંબુ નો ભાવ બસો થી ત્રણ સો રૂપિયા થઈ ગયેલ હોય.

સ્થાનિક એડવોકેટ દિનેશભાઈ વોરાએ જણાવ્યું, મોણપરા ફેમીલા ના સગા સંબંધીઓ એ મીઠાઈ કે રૂપિયા કે દાગીના ની જગ્યાએ છાબ મા અને મીઠાઈ ને જગ્યાએ લીંબુ આપવામા આવેલ અને વધતા જતા લીંબુ ના ભાવો તંત્ર દ્વારા નિયંત્રણ કરવામા આવે તેવી અપીલ કરાઈ હતી અને આમ વધતા જતા લીંબુ નો ઉપયોગ પરીવાર જનોએ અને મિત્ર મંડળ ના લોકોએ અનોખી રીતે કાર્યક્રમ કર્યો હતો.

આ પણ વાંચોઃ Vedant wins silver medal in danish open swimming: આ અભિનેતાના દિકરાએ દેશનું નામ કર્યુ રોશન, ડેનિશ ઓપન સ્વિમિંગમાં જીત્યો સિલ્વર મેડલ

આ પણ વાંચોઃ Hanuman dandi mandir: રામ ભક્ત હનુમાનજી સહિત તેમના પુત્રની પૂજા કરવામાં આવતું એકમાત્ર છે આ મંદિર- વાંચો વિગત

Gujarati banner 01