Urja Part 12

ઉર્જા અને પ્રણયના લગ્નજીવનમાં પ્રેમનું આગમન (Urjanu ane Pranay lagna jivan part)

પ્રકરણ:12.ઉર્જા અને પ્રણયના લગ્નજીવનમાં પ્રેમનું આગમન…ભાગ:1 (Urjanu ane Pranay lagna jivan part)

           Urjanu ane Pranay lagna jivan part: ઉર્જા અને પ્રણયે  આંખોના પલકારા થકી પોતાના દિલની વાત આખરે કહી જ દીધી.પણ શાબ્દિક રીતે પુરાવો મેળવ્યા વગર દિલને ક્યાં ચેન મળે છે.”એ દિલ હૈ માનતા નહીં…”આવા જ હાલ કંઈક પ્રણયના હતા…

        કડકતી ઠંડીની મૌસમ હતી ચંદ્રમા પણ પોતાના અલૌકિકરુપથી પોતાની તરફ ધ્યાન આકર્ષી રહ્યા હતા.ઉદયપુરના પેલેસમાં સ્થિત ઝરૂખેથી ઉર્જા ખિલેલા ચંદ્રમાને એકી ટસે નિહાળી રહી હતી.ઉર્જાને જોઈ પ્રણયને મજાક કરવાની ઉત્કંઠા જાગી”ઉર્જા શું જુએ છે,પ્રિયા…તે મને તો આટલો પ્રેમથી નથી જોયો…મારા દિલને આગ લાગે છે જ્યારે તું મને છોડી આમ અન્ય સામે તારી નજર ટકાવે…ઓહો….ઉર્જા તુ તો કંઈ બોલતી જ નથી પ્રિયે આતો ઠીક ન કહેવાય તારું હો…”

પ્રણયના વાક્યમાં ઈર્ષા કરતાં ભોળપણ વધુ છલકાઈ રહ્યું હતું.ઉર્જાના પ્રત્યુત્તરની ઘેલષા ધરાવતા પ્રણયને ઉર્જાના જવાબ રાહ જોઈ રહ્યો હતો.ઉર્જા એ પ્રણયને પ્રેમથી જવાબ આપતાં કહ્યું”પ્રેમ દિલમાં હોય તો શાબ્દિક પુરાવાની શી જરૂર?મારા દિલમાં તમે છો,એ સમર્પણને તપ બોલે છે તો,જાહેરાત કરવાની શી જરૂર…?પ્રણય દરેક વાતોની રજૂઆત ન હોય,હું જાણું છું કે તમે એટલા પણ નાદાન નથી કે ન સમજો.ઉર્જાના મનમાં મંદ મંદ હાસ્યને ગોરા ચહેરા ઉપર બનાવટી ગુસ્સો છલકાઈ રહ્યો હતો.
જે પ્રણયની સમજ બહારનું હતું.

        શરમાળ ચહેરે ઉર્જા ત્યાંથી ચાલી નિકળી.”એ ઉર્જા વાત તો સાંભળ…મારી ક્યાં જાય છે…ઓય…ઉભી તો રહે…”પ્રણય તેના મધૂર અવાજે તેને અટકાવતો જ રહી ગયો.
  
   “લાગણીઓ આત્મિયતા હોય ત્યાં જાણે અજાણે વ્યક્ત થાય છે.લાગણીઓ
કોઈ પ્રદર્શનની વસ્તુ નથી હોતી,કે અવાવળ કે અણધડ જગ્યાએ રજુ થાય…”

        એટલે તું કહેવા શું માંગે છે ઉર્જા?મને સમજાવ…

        ક્યારેય તો મને એવું લાગે છે કે તને હું ક્યારેય નહીં સમજી શકું,આટલું કહીને પ્રણયે લાંબો નિ:શાસો નાંખ્યો.

“અરે…રિલેક્સ પ્રણય…”આટલું કહીને ઉર્જાએ લમણે હાથ દીધો.

      પ્રણયને શરમાળ ચહેરે કહ્યું…”વાત વાતમાં તમને સમજાવવું પડે આ કેટલે અંશે યોગ્ય છે…?તમે સાવ નાના બાળક જેવું કરો છો ઘણીવાર તો મને એવું થાય છે કે તમે મોટા થાશો કે નહીં…??”

         પ્રણય ફિલ્મી અદામા કહ્યુ”પ્રિયે હું તો નાનું બાળક જ બની રહેવા માંગું છું,તું ચાહે તો મને મોટો આદમી બનાવી શકે છે.”
          નજર ત્રાસી રાખીને
ચહેરે શરમનો પડદો ધરીને બનાવટી ગુસ્સો દેખાડી પ્રણયને કહે”પ્રણય તમે નહીં સુધરો…જાવ તમારી સાથે નથી બોલવું મારે…”

         “અરે ઉર્જા હું તો મસ્તી કરી રહ્યો હતો વ્હાલી,તું તો રિસાઈ ગઈ,ચાલ એકવાર હસી બતાવને વ્હાલી…”આટલુ કહી પ્રણય છોભીલો પડી ગયો.
        ઉર્જા પોતાનું ઓફિસ વર્ક કરવા બેસી ગઈ.સમય આમ હાથમાંથી નિકળી ગયો.ગણતરી કરતાં જ મહિના ઉપર અઠવાડિયું વીતી ગયું.

ઉર્જા અને પ્રણય એકબીજાના પ્રેમમાં ક્યારેય બંધાઈ ગયા એની ખબર જ ન રહી…

      કહેવાય છે”રોજ એકના એક વ્યક્તિના પ્રેમમાં પડવું એતો છે જે જેવું છે તેનો સહજ સ્વીકાર કરવો એ જ તો લગ્નજીવનની મજા છે….”

ઉર્જાએ આ વાત મનમાં ગાંઠ બાંધીને રાખી હતી.

         ઉર્જા અને પ્રણય પ્રેમ દુનિયાના રાજા રાણી બની ગયા,એકબીજા સાથે અનમોલ ભવિષ્યના સપનાં પણ સજાવ્યા.પણ આગળ શું થશે એતો વિધિ બળવાન છે.

       બેઉ એકબીજાના નિર્દોષ ચહેરામાં ખોવાઈ ગયા જોતજોતા ક્યારે આંખ મિંચાઈ ગઈ એની ખબર ન જ રહી.આંખો ચોળી ઉભો થયો.પ્રણય સુસ્તી માટે મોર્નિંગ વોક માટે નિકળી ગયો તો ઉર્જા સામાન પેક કરી રહી હતી, કંઈ ભુલાઈ ન જાય એ ડર સાથે.ઉર્જા પણ પોતાની હેલ્થ બાબતે સજાગ હતી.

ઉદયપુરથી ઘર તરફ વળાંક લીધો.

          વધુમાં હવે આગળ….

આ પણ વાંચોNew revelation in the case of Kisan Bharwad: કિશન ભરવાડ કેસમાં અનેક મૌલવીઓનાં નામ, અનેક રાજ્યોનાં યુવાનો હતા ટાર્ગેટ

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *