Gujarat police 600x337 1

Police appeal not to upload controversial post: ધંધૂકાની ઘટના બાદ પોલીસે સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટથી દૂર રહેવા લોકોને કરી અપીલ

Police appeal not to upload controversial post: સોશિયલ મીડિયામાં ભડકાઉ કે ઉશ્કેરણી જનક ટિપ્પણી, મેસેજ કે વીડિયો અપલોડ કરનાર સામે પોલીસ કડક કાર્યવાહી કરશે

અમદાવાદ, 31 જાન્યુઆરીઃ Police appeal not to upload controversial post: ધંધૂકામાં રહેતા કિશન ભરવાડે સોશિયલ મીડિયા બીજા ધર્મને લઈને વિવાદાસ્પદ પોસ્ટ કરી હતી. ત્યારબાદ કિશન ભરવાડની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તો હત્યાનું કનેક્શન પાકિસ્તાન સુધી પહોંચ્યું છે. આ વચ્ચે અમદાવાદ શહેર પોલીસે લોકોને ખાસ અપીલ કરી છે.

શહેર પોલીસની શહેરીજનોને અપીલ
ધંધૂકામાં કિશન ભરવાડની હત્યા બાદ અમદાવાદ શહેર પોલીસે લોકોને ખાસ અપીલ કરી છે. સોશિયલ મીડિયામાં ભડકાઉ ભાષણ ન ફેલાવવાની અપીલ પોલીસ દ્વારા લોકોને કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં ભડકાઉ કે ઉશ્કેરણી જનક ટિપ્પણી, મેસેજ કે વીડિયો અપલોડ કરનાર સામે પોલીસ કડક કાર્યવાહી કરશે. રાજ્યમાં ધર્મિક શાંતિ જળવાય રહે તે માટે પોલીસે લોકોને ખાસ અપીલ કરી છે. 

સોશિયલ મીડિયા પર બીજા ધર્મ વિરુદ્ધ અપમાનજક પોસ્ટ કરવાથી બે ધર્મ વચ્ચે વિવાદ ઉભો થતો હોય છે. તેવામાં શાંતિ જળવાય રહે અને કોઈને મુશ્કેલી ન પડે તે માટે પોલીસે લોકોને આપી પોસ્ટ શેર કરવાથી દૂર રહેવાની સલાહ આપી છે. સાયબર સેલની ટીમ સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ અને મેસેજ પર સતત મોનીટરિંગ કરી રહી છે. જો કોઈ વ્યક્તિ આવી પોસ્ટ કરતા ઝડપાશે તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે. 

આ પણવાંચોઃ New revelation in the case of Kisan Bharwad: કિશન ભરવાડ કેસમાં અનેક મૌલવીઓનાં નામ, અનેક રાજ્યોનાં યુવાનો હતા ટાર્ગેટ

ધંધુકામાં ધાર્મિક ટીપ્પણી પર ફાયરિંગ કરી કિશન ભરવાડની હત્યા મામલે ગુજરાત ATS ને સમગ્ર મામલે તપાસ સોપાઇ છે. સમગ્ર મામલાની હવે ATS તપાસ કરશે. ગૃહમંત્રીના આદેશ બાદ ATS ને તપાસ સોપાઈ છે. સોશ્યલ મીડિયાથી લઈને તમામ પહેલું પર ATS તપાસ કરશે. આ કેસમાં આરોપીઓ કોની કોની સાથે સંપર્ક હતા, તે અંગે પણ તપાસ કરાશે. હાલ સુધીની તપાસમાં મૌલવી સહિત ત્રણ પકડાયા છે. 

આ ઘટનામાં પાકિસ્તાન કનેક્શન છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે. આરોપીના રિમાન્ડ આધારે બાદમાં તપાસ કરાશે. સોશ્યલ મીડિયા, મોબાઈલ ડેટા સહિતની તપાસ કરાશે. ધંધુકા પોલીસની તપાસમાં ફાયરિંગ કરેલ હથિયાર મૌલવીએ પૂરું પાડ્યું તેની પણ તપાસ કરાશે. ATS ની ટીમ સમગ્ર મામલે તપાસ કરશે. 

Gujarati banner 01