ATS

New revelation in the case of Kisan Bharwad: કિશન ભરવાડ કેસમાં અનેક મૌલવીઓનાં નામ, અનેક રાજ્યોનાં યુવાનો હતા ટાર્ગેટ

New revelation in the case of Kisan Bharwad: આ હત્યા માટે વપરાયેલ રિવોલ્વર સહિતની તમામ સામગ્રીની વ્યવસ્થા અમદાવાદનાં મૌલવીએ કરી આપી હોવાનો ઘટસ્ફોટ થયો

અમદાવાદ, 30 જાન્યુઆરીઃ New revelation in the case of Kisan Bharwad: ધંધુકા કિશન ભરવાડની હત્યામાં સામેલ મૌલાનાની દિલ્હીથી ATS ગુજરાત દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, વાંધાજનક પોસ્ટ બાબતે નારાજ થઈ આરોપી શબ્બીર ચોપડાએ કિશન ભરવાડની હત્યા કરી નાખી હતી. આ હત્યા માટે વપરાયેલ રિવોલ્વર સહિતની તમામ સામગ્રીની વ્યવસ્થા અમદાવાદનાં મૌલવીએ કરી આપી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. 

આ હત્યામાં વપરાયેલું બાઇક ઈમ્તિયાઝ પઠાણ નામનો ઈસમ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. ઈમ્તિયાઝને હથિયાર જમાલપુરના મૌલાના ઐયુબ જાવરવાલાએ આપ્યું હતું. મોલાના ઐયુબ જાવરવાલા આસિફ સમાં નામના ઈસમ પાસેથી આ હથિયાર મેળવ્યું હતું. મૌલાના કમરગની ઉસ્માનીને શબ્બીરને સોશિયલ મીડિયામાં ફોલો કરતો હતો. કમરગનીએ ઐયુબ જાવરવાલાનો સંપર્ક કરાવ્યો હતો. 

કિશન ભરવાડ હત્યા કેસમાં ATS નો ઘટસ્ફોટ, માત્ર કિશન નહી અનેક લોકો ટાર્ગેટ પર હતા

અગાઉ પણ સાજન ઓડેદરા નામના યુવક પર હુમલો  કરવાનો પ્રયાસ કર્યો હતો. કમરગની ઉસ્માની અમદાવાદ કેટલી વાર આવ્યો તેની પણ તપાસ ચાલી રહી છે. એક વાર દિલ્હી અને મુંબઇમાં શબ્બીર કમરગનીને મળ્યો હતો. કમરગનીએ શબ્બીરને અમદાવાદના ઐયુબ જાવરાવાલા નામના મૌલાનાને સંપર્ક કરવા કહ્યું હતું.

જો કે એટીએસ એસપીએ આ અંગે જણાવ્યું કે, હજી અનેક મૌલાનાઓની આ કેસમાં સંડોવણી સામે આવી શકે છે. હાલ આ અંગે તપાસ ચાલી રહી છે. જેમ જેમ નામ સામે આવશે તેમ સ્થાનિક પોલીસ સાથે સંકલન સાધીને હજી અનેક લોકોની ધરપકડ થઇ શકે છે. આ માત્ર ગુજરાત નહી પરંતુ આંતરરાજ્ય ષડયંત્ર છે. જેમાં અલગ અલગ રાજ્યોનાં અનેક યુવાનોનું બ્રેઇનવોશ કરીને અનેક યુવાનોની હત્યા કરવાનું ષડયંત્ર છે. 

આ પણ વાંચોઃ Statement of CR Patil: ધંધુકા હત્યા કેસમાં પાટીલે કહ્યું,’કેટલાક લોકો વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ.. વાંચો વધુમાં શું કહ્યું?

Gujarati banner 01