જિયોપેજીસ – ધ મેડ-ઇન-ઇન્ડિયા બ્રાઉઝર આવી ગયું છે

જિયોપેજીસ – ધ મેડ–ઇન–ઇન્ડિયા બ્રાઉઝર આવી ગયું છે તેજતર્રાર સ્પીડ આપતું અને સુરક્ષિત બ્રાઉઝર આઠ ભારતીય ભાષાઓ – હિન્દી, મરાઠી, તમિલ, ગુજરાતી,તેલુગુ, મલયાલમ, કન્નડ અને બંગાળીને સપોર્ટ કરે છે જિયોપેજીસ અત્યારે માત્ર એન્ડ્રોઇડ સ્માર્ટફોન માટે ઉપલબ્ધ છે વેબ સિક્યુરિટી અત્યારે ચર્ચા અને અમલમાં મૂકવામાં આવનારો સૌથી … Read More

JMC દ્વારા આયોજિત તબીબી અધિકારી વર્ગ-૨ ની લેખિત ભરતી ની પરીક્ષાનો પ્રારંભ

જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત તબીબી અધિકારી વર્ગ વર્ગ-૨ ની લેખિત ભરતી ની પરીક્ષાનો પ્રારંભ ૧૧૫ નોંધાયેલા પરીક્ષાર્થીઓ પૈકી ૩૦ પરીક્ષાર્થીઓએ આપી લેખિત પરીક્ષા મહાનગર પાલિકા ના કમિશનર -ડીડીઓ- ડેપ્યુટી કમિશનર … Read More

જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં માત્ર ત્રણ કલાકમાં ૧૪ હજાર જેટલી મગફળીની ગુણી ની આવક થઈ

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં માત્ર ત્રણ કલાકના સમયગાળા દરમિયાન જ ૧૪ હજાર જેટલી મગફળીની ગુણી ની આવક થઈ તાલુકા ભર ના ખેડૂતો ટેકાના ભાવે મગફળી ના વેચાણ ની રાહ જોયા … Read More

મુખ્યમંત્રી શ્રીએ સુરત શહેરના અને સુડાના મળીને રૂ.૨૦૧.૮૯ કરોડના વિકાસકામોનુ લોકાર્પણ કર્યું

સુરત મહાનગરપાલિકાએ વર્ષ ૨૦૧૯-૨૦માં રૂ.૫૪ કરોડથી વધુના ખર્ચે રસ્તાઓ રિસર્ફેસીંગ, રિકાર્પેટીંગ, મિલીંગ કર્યા પાલિકા દ્વારા શહેરમાં બિટયુમીનસ રસ્તાઓમાં શ્રેડેડ પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી રસ્તાઓ બનાવવામાં આવે છે અહેવાલ: પરેશ ટાપણીયા, … Read More

રાજકોટ જિલ્લાની ૧૫ કિશોરીઓએ ભવિષ્યને ઉજ્જવળ બનાવવા શાળામાં મેળવ્યો પુન:પ્રવેશ

” મારી જેમ અન્ય કિશોરીઓ પોતાનું ભણતર અધુરું ન મુકેતે માટેશિક્ષક બનીને લોકોને શિક્ષાનું મહત્વ સમજાવું છે “:  કિશોરી નિકિતા નિમાવત અહેવાલ: પ્રિયંકા પરમાર, રાજકોટ  રાજકોટ,૨૧ ઓક્ટોબર: સમાજના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર આર્થિક, સામાજિક,  રાજકીય અને શૈક્ષણિક ક્ષેત્રે સમતોલ વિકાસ કરી રહી છે. ત્યારે આજે વાત કરવી છે, શિક્ષણ ક્ષેત્રના સમતોલ અને સર્વાંગી વિકાસ માટે કટીબધ્ધ બની કિશોરીઓને પુન: શિક્ષણ તરફ વાળવાનું સંનિષ્ટ કાર્ય કરતા રાજકોટ જિલ્લાના આઈ.સી.ડી.એસ. વિભાગની. પારિવારીક સમસ્યાઓ, આર્થિક સમસ્યાઓ કે અન્ય કોઈ કારણોસર કિશોરીઓ શાળાએ જવાનું બંધ કરી દેતી હોય છે અને પોતાનું ભણતર અધુરૂં મુકી દેતી હોય છે. ત્યારે રાજકોટના સંકલિત મહિલા-બાળ વિકાસ વિભાગ દ્વારા શ્રેષ્ઠ સમાજના નિર્માણમાં ભણી ગણીને નિશ્ચિત સ્થાન પ્રાપ્ત કરતી કિશોરીઓનું મહત્વ કેટલું છે તે સમજાવીને તેમની સમસ્યાઓનું નિવારણ કરીને તેમને ફરી શાળામાં પુન:પ્રવેશ મેળવે તે માટે પ્રોત્સાહન આપવામાં આવી રહયું છે. જેના કારણે રાજકોટ જિલ્લાની ૧૫ કિશોરીઓએ શાળામાં પુન:પ્રવેશ મેળવ્યો છે. જે દર્શાવે છે કે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દરેક ક્ષેત્રમાં સમતોલ વિકાસ કરવા માટે મક્કમ ગતિએ કામ કરી રહ્યું છે. આ સંદર્ભે રાજકોટ આઈ.સી.ડી.એસ.વિભાગના પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવેએ જણાવ્યું હતું કે, ” રાજકોટ જિલ્લાના સી.ડી.પી.શ્રી.ઓ.શ્રી., મુખ્ય સેવિકા, પૂર્ણા કન્સલ્ટન્ટ અને આંગણવાડી બહેનો દ્વારા કોઈપણ કારણોસર અધુરો અભ્યાસ છોડી ચુકેલી કિશોરીને શાળામાં પુન:પ્રવેશ માટે સમજાવામાં આવે છે.તેમના માતાપિતા સાથે વાતચીત કરીને આર્થિક કે બીજી કોઈ સમસ્યા હોય તો તે જાણીને તેનું નિવારણ લાવવાના પ્રયાસો કરવામાં આવે છે. તેમજ જો શાળામાં પુન:પ્રવેશ માટે હામી ભરે તો શિક્ષણ વિભાગ સાથે સંકલન કરીને તેમને એડમીશનની પ્રક્રિયામાં પણ મદદ કરવામાં આવે છે.” કિશોરીઓને સરકારની શિક્ષણલક્ષી આર્થિક સહાયની સમજ આપવામાં આવે છે. સામાન્ય રીતે ૮-૧૦ ધોરણ પછી ડ્રોપઆઉટ રેશિયો વધુ જોવા મળે છે. તેથી જો અપડાઉનની સમસ્યાઓ હોય તો સરકાર વિદ્યાર્થીઓને પરિવહન માટે ફ્રી પાસની સુવિધા આપે છે, આદર્શ નિવાસી શાળાઓની પણ સુવિધા છે જેવી બાબતોથી અવગત કરાવવામાં આવે છે તેમ પુર્ણા કન્સલ્ટન્ટ શ્રધ્ધાબેન રાઠોડે કહ્યું હતું. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વસતી અને શિક્ષણને અધવચ્ચેથી તિલાંજલી આપેલી અનેક બાળા – કિશોરીઓને પુન: શિક્ષણના રસ્તે વાળીને રાજ્ય સરકાર અને તેના અનેકવિધ વિભાગો અને તેના કર્મયોગીઓ સાચા અર્થમાં તેમની સંવેદનશીલતાના દર્શન કરાવી રહયાં છે loading…

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધ્રોલ મા સામુહિક દુષ્કર્મ ની ધટના સંદર્ભે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને દુર્ગા વાહિની જામનગર દ્વારા ધ્રોલ મા સામુહિક દુષ્કર્મ ની ધટના સંદર્ભે મા કલેકટર કચેરી જામનગર ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ અહેવાલ: જગત રાવલ, જામનગર … Read More

સાજા થયેલા કોરોનાના દર્દીઓ સ્વગૃહે પરત ફરતા માન્યો તબીબો અને સ્ટાફનો આભાર

રાજકોટ:સમરસની કોરોનાની સારવારથી અમને નવજીવન મળ્યું છે: દર્દીઓએ આપ્યો પ્રતિભાવ સાજા થયેલા કોરોનાના દર્દીઓ સ્વગૃહે પરત ફરતા માન્યો તબીબો અને સ્ટાફનો આભાર અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૨૧ ઓક્ટોબર: રાજકોટની સમરસ … Read More

અમદાવાદ ૧૦૮ ની ઈમરજન્સી વાનમા લાગી આગ

અમદાવાદ, ૨૧ ઓક્ટોબર: અમદાવાદ ના વટવા રેલવે ફાટક વાળા માર્ગ પર નવાપુરા પાસે ૧૦૮ ની ઈમરજન્સી વાનમા લાગી આગ.એકાએક આકસ્મિક આગ લાગતા લોકો ને સંકટ સમયે ઉગારતી વાન જ આગ … Read More

સમરસ હોસ્ટેલ ખાતે સારવાર મેળવી ૨૨ થી ૩૮ વર્ષના ૧૨ યુવા દર્દીઓ બન્યા કોરોના મુક્ત

“કોરોનાને સામાન્ય શરદી કે તાવ જેટલી હળવાશથી ન લેશો” – મીરાંબેન બૌવા અહેવાલ: શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૨૧ ઓક્ટોબર: રાજકોટ સિવિલ હોસ્પિટલ અને સમરસ હોસ્ટેલમાં કાર્યરત ફરજનિષ્ઠ આરોગ્યકર્મીઓની સઘન અને સમયસરની સારવારને પ્રતાપે વધુ ને વધુ દર્દીઓ કોરોનામુક્ત થઇ રહ્યા છે. જેના … Read More

રાજકોટ પીડીયું કોવીડ હોસ્પિટલના એટેન્ડેન્ટ અને હાઉસકીંપિંગ સ્ટાફની કામગીરીને બીરદાવતા દર્દીઓ

રાજકોટ કોવીડ હોસ્પિટલમાં બેડની નીચે ઉતરતી વખતે હું પડી ન જાવ તેની ચિંતા એટેન્ડેન્ટ સ્ટાફ કરે છે: દર્દી અસ્મિતાબેન ખુંટ રાજકોટ પીડીયું કોવીડ હોસ્પિટલના એટેન્ડેન્ટ અને હાઉસકીંપિંગ સ્ટાફની કામગીરીને બીરદાવતા દર્દીઓ અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ રાજકોટ,૨૧ઓક્ટોબર:રાજકોટની પીડીયુ કોવીડ હોસ્પિટલમાં દર્દીઓ પાસે તેના પરીવારજનો ન રહેતા હોવાથી જિલ્લા તંત્ર અને હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા હોસ્પિટલમાં દર્દીઓની અંગત સંભાળ માટે તેમજ હાલવા- ચાલવાની કે વોશીંગરૂમમાં જવાની મદદ માટે એટેન્ડેન્ટ સ્ટાફ અને હાઉસકીપીંગ સ્ટાફ રોકવામાં આવ્યો છે. સાજા થયેલા દર્દીઓ આ નાના કર્મચારીઓની મોટી સેવાને બિરદાવી રહયા છે.    પીડીયું હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલા શ્રી અસ્મિતાબેન ખુંટે જણાવ્યું હતું કે એટેન્ડેન્ટ સ્ટાફ મને કોઇ મુશ્કેલી ન પડે તે માટે ખડે પગે રહે છે. દરેક દર્દીની … Read More