રાજકોટની કોવીડ ડેડીકેટેડ હોસ્પિટલમાં ફ્રન્ટ લાઈન વોરિયર્સ સફાઈ કર્મયોગીઓની કાબિલેદાદ ફરજનિષ્ઠા

સંકટના સમયે પોતાની અને પોતાના પરિવારની ચિંતા છોડી ગૌરવભેર ફરજ નિભાવવાનો  સફાઇ કર્મીઓને આનંદ રાજકોટ,૦૮સપ્ટેમ્બર:કોરોના વાયરસના સંકટમાં પ્રથમ હરોળના યોદ્ધાઓ એવા અને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફરજ અદા કરતા એવા સફાઈ કર્મયોગીઓની કોરોના સામેનો જંગ જીતવામાં મહત્વની ભૂમિકા રહેલી છે, ત્યારે પોતાની અને પોતાના પરિવારની ચિંતા છોડીને આનંદ અને ગૌરવ સાથે કોવિડ કેર સેન્ટરમાં સફાઈ કર્મીઓ ફરજ નિભાવી રહ્યા છે. કોવિડ ડેડીકેટેડહોસ્પિટલમાં સાફ સફાઈની કામગીરીની દેખરેખ રાખવાની અને સફાઈના વ્યવસ્થાપનની જવાબદારી સંભાળી રહેલા  સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી સંજય રાજાણી કહે છે કે, તાલીમબદ્ધ સફાઈ કર્મીઓને જ કોવિડ વોર્ડમાં ફરજ સોંપવામાં આવે છે. કોવિડ વોર્ડનો કચરો અને બાયો મેડિકલ વેસ્ટનો યોગ્ય રીતે નિકાલ થાય તેની પુરતી તકેદારી લેવામાં આવે છે. સફાઈ કર્મીઓને ફરજ સોંપતા પહેલાં બાયોમેડીકલ વેસ્ટ, પીપીઈ કીટ કેમ પહેરવી, ડોફિંગ, ડોનિંગ વગેરેની નર્સિંગ સુપ્રીટેડન્ટ, એચ. આર. મેનેજર અને આઈ.સી.એન. દ્વારા તાલીમ આપવામાં આવે છે. ત્યાર બાદ કોવિડ વોર્ડમાં ફરજ સોંપવામાં આવે છે. સિવિલ હોસ્પિટલમાં સરવન્ટ તરીકે ફરજ બજાવતા પાર્વતીબેન ખીમસૂરિયા કહે છે કે, અમે કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા હોય સ્વભાવિક રીતે પરિવારજનોને કોરોના વાયરસથી સંક્રમિત થવાનો ભય રહેતો હોય છે. પણ અહીંયા અમારી પૂરતી કાળજી અને પ્રિકોસન લેવામાં આવે છે. મારા ભાગે કોવિડ -૧૯થી સક્રમિતોને  જમાડવા અને અશકત કે ચાલી ના શકતા તેવા દર્દીઓને શૌચાલય લઈ જવાની સેવા,  ઉપરાંત કોવિડ વોર્ડની સાફ સફાઈની કચરા પોતાની કામગીરી કરવાની રહે છે, ત્યારે આ સંકટના સમયે આ કામગીરી કરવાનું  ગૌરવ અનુભવી રહી છું, તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી. સિવિલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં ફરજ બજાવતા સફાઈ કર્મી ડાયાભાઈ સરવૈયા કહે છે કે, શૌચાલયની સાફ સફાઈ, કચરા પોતા અને સેમ્પલિંગ લઈ જવા સંબંધિ કામગીરી કરવાની રહેતી હોય છે. સાથે અમે પણ કોરોનો વાયરસના સંક્રમણથી સુરક્ષિત રહી શકે તે માટે ઘરમાં પણ સામાજિક અંતર જાળવવાની સાથે અન્ય પણ પ્રિકોસન લઈ રહ્યા છીએ. જેથી ખુદને અને પોતાના પરિવારને પણ સુરક્ષિત રાખી શકાય. રાજય સરકારના સંવેદનશીલ અભિગમ  અંતર્ગત  સફાઇના કર્મ થકી રાજકોટમાં કોરાના દર્દીઓની સેવા  થઇ રહી છે.

કોરોનાના દર્દીઓની સારવારની ઇશ્વરે મને તક આપી છે : – ડો. ઉર્વી દવે

કોરોના દર્દીઓની  આરોગ્યલક્ષી સારવાર સાથે માનસીક મનોસ્થિતિની જાળવણી અત્યંત કપરી કામગીરી બની રહે છે:ડો. ભરત ગોહેલે અહેવાલ:રશ્મિન યાજ્ઞિક, રાજકોટ રાજકોટ તા.૭ સપ્ટેમ્બર : “ઇશ્વરે મને સારા કાર્ય માટે તક આપી છે. ત્યારે પરિવારથી … Read More

શ્રી જે.જી. માહુરકર દાદાના નિધન અંગે શોકાંજલી પાઠવતા સાંસદશ્રી અહમદભાઈ પટેલ

૦૮ સપ્ટેમ્બર:ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ ઉપપ્રમુખ, વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘના અનુભવી, પીઢ, રાષ્ટ્રિય નેતા અને અજાતશત્રુ શ્રી જે.જી. માહુરકર દાદાના નિધન અંગે શોકાંજલી પાઠવતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ખજાનચી … Read More

कोरोना के प्रति कर रहे जागरूक, काँल मैसेज समेत अन्य माध्यमों से दे रहे कोरोना से बचने का संदेश

मुख्यमंत्री अरविंद केजरीवाल दिल्ली के लोगों को कोरोना के प्रति कर रहे जागरूक, काँल मैसेज समेत अन्य माध्यमों से दे रहे कोरोना से बचने का संदेश  – दिल्ली के एक … Read More

સુરતમાં ‘કોમ્યુનિટી કોવિડ આઈસોલેશન સેન્ટરો’માં ૨૦૦૯ કોરોનાગ્રસ્તોએ કોરોનાને મ્હાત આપી

આંશિક લક્ષણો ધરાવતા કોરોનાગ્રસ્ત દર્દીઓને માટે આઈસોલેશન સેન્ટરો બન્યા આશીર્વાદરૂપ અહેવાલ: પરેશ ટાપણીયા સુરત, ૦૮ સપ્ટેમ્બર: નર્મદનગરી સુરત શહેરમાં સેવાભાવી દાતાઓ અને વિવિધ સમાજોના સહયોગથી ભારતમાં પહેલીવાર સુરતમાં કોમ્યુનિટી બેઈઝડ … Read More

Index 2 ની નકલ ઓનલાઈન ઉપલબ્ધ- મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલ

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારનો જનહિત લક્ષી નિર્ણય ‍¤ ખેડૂત ખરાઇ પ્રમાણપત્ર, સબરજીસ્ટ્રાર કચેરી દ્વારા Encumbrance Certificate (બોજાનું પ્રમાણપત્ર) તથા Index 2 (અનુક્રમણિકા નં 2)ની નકલ ઓનલાઈન ઉપલબ્ધ- … Read More

भारत बढ़ाएगा बांस के उत्पादों का निर्यात – श्री तोमर

9 राज्यों के 22 बांस क्लस्टर केंद्रीय कृषि एवं किसान कल्याण मंत्री श्री नरेंद्र सिंह तोमर ने किए लांच; साथ ही राष्‍ट्रीय बांस मिशन (एनबीएम) के लोगो का विमोचन किया … Read More

6 મહિનામાં ગુજરાતમાં રૂ. ૯રપપ કરોડના વિકાસકાર્યોના ઇ લોકાર્પણ-ખાતમૂર્હત કર્યા છે:મુખ્યમંત્રીશ્રી

ગુજરાતે કોરોનાના કપરા કાળમાં પણ વિકાસ કામોની આગેકૂચ જારી રાખી–6 મહિનામાં ગુજરાતમાં રૂ. ૯રપપ કરોડના વિકાસકાર્યોના ઇ લોકાર્પણ-ખાતમૂર્હત કર્યા છે-મુખ્યમંત્રીશ્રી વડોદરા મહાનગરમાં રૂ. ૩રર કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-કાર્યઆરંભ-ખાતમૂર્હત વિડીયો … Read More

સ્વાસ્થય સૈનિકોની દેશના સૈનિકો માટે અનોખી સેવા સંવેદના

નડાબેટ પર તહેનાત બી.એસ.એફ. સૈનિકોની સ્વાસ્થય દરકાર કરી મેડિકલ કેમ્પનું આયોજન ૧૦૦૦ સૈનિકોમાં રોગપ્રતિકારક શક્તિ વર્ધક એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી દવાઓનું વિતરણ ૦૮ સપ્ટેમ્બર:ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ભારત – પાકિસ્તાન સરહદને જોડતી … Read More

જામનગર સ્થિત ભારતીય નૌ સેના ના વડા મથક ખાતે નવવા વલસુરા -2020 ની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ.

અહેવાલ: જગત રાવલ, જામનગર ૦૭ સપ્ટેમ્બર, જામનગર:નવવા વાલસુરાની વાર્ષિક સામાન્ય સભાનું વિડીયો કોન્ફરન્સિંગ 2020 આયોજન કરવામાં આવ્યું હતું. તેની કાર્યવાહીમાં મુખ્ય સભ્યો દ્વારા રજૂઆતો, વર્ષ દરમિયાન કરવામાં આવતી પ્રવૃત્તિઓનું પ્રદર્શન … Read More