Preparation for National Games 2022

Preparation for National Games-2022: અમદાવાદ શહેરનાં વિવિધ ૮ સ્થળોએ ૧૫ જેટલી રમતોનું આયોજન થશે

Preparation for National Games-2022: તિરંદાજી, રગ્બી, ફુટબોલ, કબડ્ડી, સ્કેટિંગ, ટેનીસ, ગોલ્ફ, રાઇફલ શૂટિંગ સહિતની રમતો અમદાવાદમાં ખેલાશે

  • સાબરમતી નદી હવે રોવિંગ, કેનોઇંગ તેમજ સાબમરતી સ્પોર્ટસ પાર્ક આર્ટિસ્ટિક સ્કેટિંગ, ઇનલાઇન સ્કેટિંગ, સ્પીડ સ્કેટિંગ, ટેનીસ, સોફ્ટ ટેનીસ જેવી રમતોની સાક્ષી બનશે

અહેવાલઃ અમિતસિંહ ચૌહાણ

અમદાવાદ, 12 સપ્ટેમ્બરઃ Preparation for National Games-2022: ગુજરાતમાં તા.૨૬ સપ્ટેમ્બરથી તા.૧૨ ઓક્ટોબર-૨૦૨૨ દરમિયાન પ્રથમ વખત યોજાનારી નૅશનલ ગેમ્સનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. અમદાવાદ શહેર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પોર્ટ્સ એસોસિએશન અને વિવિધ સંસ્થાઓના સહયોગથી જોરશોરથી ૩૬ મી નેશનલ ગેમ્સની યજમાની માટેની સમગ્ર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર તરફથી મળતી માહિતી અનુસાર નૅશનલ ગેમ્સ અંતર્ગત અમદાવાદ શહેરના ૮ જેટલા સ્પોર્ટસ કૉમ્પલેક્ષ સહિતનાં સ્થળો પર વિવિધ ૧૫ રમતોનું આયોજન કરવામાં આવનાર છે. જેના અંતર્ગત સંસ્કારધામમાં તીરંદાજી, ખો-ખો અને મલખંબ, ટ્રાન્સ્ટેડિયા ફુટબોલ ગ્રાઉન્ડ ખાતે રગ્બી, ટ્રાન્સ્ટેડિયા એકા ગ્રાઉન્ડ ખાતે પુરુષો માટેની ફુટબોલ સ્પર્ધા તેમજ કબડ્ડી, યોગાશન , શાહીબાગ પોલીસ ગ્રાઉન્ડ ખાતે મહિલાઓ માટેની ફુટબોલ સ્પર્ધા યોજાશે.

466ef409 7ab4 49d6 9bf0 a82e58d53855

આ પણ વાંચોઃ Akshay accused of promoting dowry practice: અક્ષય કુમારની મુશ્કેલી વધી, અભિનેતા પર લાગ્યો આ મોટો આરોપ- વાંચો શું છે મામલો?


સાબરમતી નદીમાં રોવિંગ, કેનોઇંગનું તેમજ સાબમરતી સ્પોર્ટસ પાર્ક ખાતે આર્ટિસ્ટિક સ્કેટિંગ, ઇનલાઇન સ્કેટિંગ, સ્પીડ સ્કેટિંગ, ટેનીસ, સોફ્ટ ટેનીસ રમતનું આયોજન થશે.કેન્સ વિલે ગોલ્ફ અને કન્ટ્રી ક્લબમાં લૉન બોલ અને ગોલ્ફ, ક્રાઉન એકેડમીમાં શોટગન શુટિંગ, જ્યારે ખાનપુરની રાઇફલ ક્લબ ખાતે રાઇફલ અને પીસ્ટલની શુટિંગ સ્પર્ધાઓ યોજાશે.

અમદાવાદ ખાતે યોજાનારી વિવિધ કોમ્પિટિશનમાં દેશભરમાંથી ક્વોલિફાય થયેલા ખેલાડીઓ ભાગ લેશે. ગુજરાતમાં નેશનલ ગેમ્સની સાથે ગરબાની રમઝટ પણ જામશે. નેશનલ ગેમ્સમાં અમદાવાદ સહભાગી થતા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતની ઉભરતી પ્રતિભાને નવું બળ મળશે.

372be1c2 2635 4854 834b 4e108a19b99c

આ પણ વાંચોઃ Stomach Cleaning Tips: પેટ સાફ તો શરીરની મોટાભાગની બિમારીઓ થાય છે દૂર, વાંચો આ નેચરલ પદ્ધતિ વિશે

Gujarati banner 01