Arijit Singh Remembers SSR

Arijit Singh Remembers SSR: અરિજિતને લાઇવ કોન્સર્ટમાં આવી સુશાંત સિંહની યાદ, સિંગર થયો ભાવુક- જુઓ વીડિયો

Arijit Singh Remembers SSR: સુશાંત સિંહને યાદ કરીને અરિજિત ભાવુક થઈ ગયો અને તેની આંખોમાં પણ આંસુ આવી ગયા અને સાથે-સાથે કોન્સર્ટમાં હાજર હજારો ફેન્સ પણ રડી પડ્યાં

whatsapp banner

મનોરંજન, 28 માર્ચઃ Arijit Singh Remembers SSR: તાજેતરનો જ અરિજિતનો એક વીડિયો જોઈને ફરી તમારી પણ આંખો ભીની થઈ જશે. લાઈવ કોન્સર્ટમાં સુશાંત સિંહને યાદ કરીને અરિજિત ભાવુક થઈ ગયો અને તેની આંખોમાં પણ આંસુ આવી ગયા અને સાથે-સાથે કોન્સર્ટમાં હાજર હજારો ફેન્સ પણ રડી પડ્યાં હતા.

અરિજિત સિંહ લાઇવ કોન્સર્ટમાં સુશાંતની મૂવી ‘છિછોરે’નું ગીત ‘ખૈરિયત’ ગાતો હતો. સોંગમાં જ્યારે ‘નઝારોં કે સા મૈને મેં આતે નહીં તુમ્હારે…’ શબ્દો આવ્યા કે લોકો પણ તેમની સાથે ગાવા લાગ્યા. આ દરમિયાન જ અરિજિત સિંહ સુશાંતને યાદ કરીને કહે છે, ‘Eveytime Whenever Sing This Song I Remember Him’ અર્થાત હંમેશા આ ગીત ગાઉ છું ત્યારે મને તેની જ યાદ આવે છે જેનું આ ગીત છે.’ આ સાંભળીને લોકો વધુ ભાવુક થઈ જાય છે.

આ પણ વાંચોઃ Congress Action on Supriya Shrinate: કંગના રનૌત પર વિવાદિત ટિપ્પણી કરવી સુપ્રિયા શ્રીનેતને ભારે પડી, કોંગ્રેસે લીધો મોટો નિર્ણય- વાંચો વિગત

વીડિયો વાયરલ થતા લોકો પણ ગમગીન થયા :

ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં હજારો લોકોએ આ વીડિયો જોયો અને લાઈક કર્યો છે. એક યુઝરે લખ્યું, ‘સુશાંત ખરેખર મહાન હતો. મિસ યુ સુશી’. અન્ય એક યુઝરે લખ્યું, ‘સાચું કહ્યું સર, અમે સુશીને ખૂબ જ યાદ કરીએ છીએ.’ એક યુઝરે લખ્યું કે, ‘ટેલેન્ટ હંમેશા અન્ય ટેલેન્ટનું સન્માન કરે છે.’ તમામ કોમેન્ટ્સ અને લોકોના પ્રતિભાવ પર નજર કરીએ તો સમજાશે કે લોકો સુશાંત સિંહ રાજપૂતને હજી પણ દિલથી યાદ કરે છે અને ભાવુક થઈ જાય છે અને અરિજિત સિંહની આ નેકદિલ સ્વભાવની પણ લોકોએ ભરપૂર પ્રશંસા કરી છે.

આ પણ વાંચોઃ Petrol Diesel Price Today: લોકસભાની ચૂંટણી પહેલાં સરકારના આ નિર્ણયથી લોકોમાં ભારે ખુશી, પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો ઘટાડો

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો