Congress Action on Supriya Shrinate

Congress Action on Supriya Shrinate: કંગના રનૌત પર વિવાદિત ટિપ્પણી કરવી સુપ્રિયા શ્રીનેતને ભારે પડી, કોંગ્રેસે લીધો મોટો નિર્ણય- વાંચો વિગત

Congress Action on Supriya Shrinate: કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની આઠમી યાદી જાહેર, આ યાદીમાં 14 ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા

whatsapp banner

નવી દિલ્હી, 28 માર્ચઃ Congress Action on Supriya Shrinate: કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 14 ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસે ઝારખંડ, મધ્ય પ્રદેશ, તેલંગાણા અને ઉત્તર પ્રદેશ માટે ઉમેદવાર જાહેર કર્યા છે. કોંગ્રેસે પોતાની મહિલા પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતની ટિકિટ કાપી નાખી છે.

સુપ્રિયા શ્રીનેતની વાત કરીએ તો તેમણે તાજેતરમાં જ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર કંગના રનૌત તથા મંડી પર આપત્તિજનક ટિપ્પણી કરીને રાજકીય વિવાદ ઉભો કર્યો હતો. ચૂંટણી પંચે પણ એક્ટ્રેસ કંગના રનૌત વિરૂદ્ધ આપત્તિજનક ટિપ્પણીઓ માટે કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતને કારણજણાવો નોટિસ ફટકારી હતી.

આ પણ વાંચોઃ Petrol Diesel Price Today: લોકસભાની ચૂંટણી પહેલાં સરકારના આ નિર્ણયથી લોકોમાં ભારે ખુશી, પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો ઘટાડો

આ પહેલા સુપ્રિયા શ્રીનેતે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે તેમના ફેસબુક અને ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયું છે અને તેના દ્વારા કોઇએ પોસ્ટ કરી છે. કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું, “જેવી જ મને ખબર પડી તો મે તે પોસ્ટ હટાવી દીધી હતી, જે લોકો મને જાણે છે, તે એમ પણ સારી રીતે જાણે છે કે હું ક્યારેય કોઇ પણ મહિલા પ્રત્યે વ્યક્તિગત અને અશોભનીય ટિપ્પણી કરી શકતી નથી. હું જાણવા માંગુ છું કે આ કેવી રીતે થયું.”

આ પણ વાંચોઃ Nirmala Sitharaman Said: નાણામંત્રી નિર્મલા સીતારમણનું મોટો નિવેદન, કહ્યું ‘લોકસભા ચૂંટણી લડવા માટે મારી પાસે પૈસા નથી….’

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો