Petrol Diesel Price

Petrol Diesel Price Today: લોકસભાની ચૂંટણી પહેલાં સરકારના આ નિર્ણયથી લોકોમાં ભારે ખુશી, પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો ઘટાડો

Petrol Diesel Price Today: સરકારી તેલ કંપનીઓ દ્વારા દરરોજ સવારે 6 વાગ્યે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના દર અપડેટ કરવામાં આવે છે.

whatsapp banner

બિઝનેસ ડેસ્ક, 28 માર્ચઃ Petrol Diesel Price Today: લોકસભાની ચૂંટણીઓની જાહેરાત થઈ ચુકી છે. ઉમેદવારો પણ પોતપોતાના પ્રચારમાં લાગી ગયા છે. એવામાં પ્રજાને લુભાવવા માટે સરકાર પણ જે બાબતે હજુ પણ તેના હાથમાં છે તેમાં રિયાયત કરીને મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરતી રહે છે. એનું એક ઉદાહરણ છે પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો. એવું અમે નથી કહી રહ્યાં પણ રાજકીય વર્તુળોથી લઈને સામાન્ય પ્રજામાં પણ આ વાત ચર્ચાય છે. ખૈર જે પણ હોય હાલ તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાથી કરોડો લોકોને મોટી રાહત મળશે. દેશભરમાં આજે એટલે કે 28મી માર્ચે પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો જાહેર કરવામાં આવી છે. જાણી લે તમારા શહેરમાં કેટલી છે આજે પેટ્રોલ-ડીઝલની કિંમત…

ઉલ્લેખનીય છેકે, સરકારી તેલ કંપનીઓ દ્વારા દરરોજ સવારે 6 વાગ્યે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના દર અપડેટ કરવામાં આવે છે. જે મુજબ આજે દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. તે જ સમયે કેટલાક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. જ્યારે કેટલાક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલ પણ સસ્તું થયું છે. આવી સ્થિતિમાં તેલ ભરવા માટે ઘરેથી નીકળતા પહેલા તમારે પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ તપાસવા આવશ્યક છે. અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આજે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલ કયા દરે વેચાઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ Nirmala Sitharaman Said: નાણામંત્રી નિર્મલા સીતારમણનું મોટો નિવેદન, કહ્યું ‘લોકસભા ચૂંટણી લડવા માટે મારી પાસે પૈસા નથી….’

જો તમે ઈન્ડિયન ઓઈલના ગ્રાહક છો તો તમારે RSP સાથે સિટી કોડ લખીને 9224992249 નંબર પર મોકલવો પડશે. જો તમે BPCLના ગ્રાહક છો, તો તમે RSP લખીને 9223112222 નંબર પર મોકલીને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત વિશે માહિતી મેળવી શકો છો. બીજી તરફ જો તમે એચપીસીએલના ગ્રાહક છો, તો તમે HP પ્રાઇસ ટાઇપ કરીને અને 9222201122 નંબર પર મોકલીને પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણી શકો છો.

મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ-

  • દિલ્હીમાં પેટ્રોલની કિંમત 94.72 રૂપિયા અને ડીઝલની કિંમત 87.62 રૂપિયા પ્રતિ લિટર છે.
  • મુંબઈમાં પેટ્રોલની કિંમત 104.21 રૂપિયા અને ડીઝલની કિંમત 92.15 રૂપિયા પ્રતિ લિટર છે.
  • કોલકાતામાં પેટ્રોલની કિંમત 103.94 રૂપિયા અને ડીઝલની કિંમત 90.76 રૂપિયા પ્રતિ લીટર છે.
  • ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 100.75 રૂપિયા અને ડીઝલની કિંમત 92.34 રૂપિયા પ્રતિ લીટર છે.

ગુજરાતમાં આજે પેટ્રોલનો ભાવ ઘટીને 94.28 પ્રતિ લીટર થઈ ગયો છે. છેલ્લાં બે દિવસથી આ ભાવ 95 રૂપિયાની આસપાસ હતો, જેમાં મોટો ઘટાડો થયો છે. આ આંકડા અમદાવાદ શહેરના છે. જ્યારે ગુજરાતના બીજા શહેરોમાં પણ એવી જ સ્થિતિ છે. જ્યારે ડીઝલનો ભાવ આજે 89.95 થઈ ગયો છે. જે અગાઉ છેલ્લાં કેટલાંય દિવસોથી 90 રૂપિયાથી વધારે હતો. 

આ પણ વાંચોઃ Delhi Excise Policy Case: AAP પર કડક કાર્યવાહી, હવે EDએ ગોવાના પાર્ટી ચીફ સહિતના નેતાઓને સમન્સ- વાંચો વિગત

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો