Big B upcoming film

Big B upcoming film: અમિતાભ બચ્ચન કરવા જઈ રહ્યા છે આ સુપરસ્ટાર સાથે ત્રીજા વિશ્વયુદ્ધ પર આધારિત ભારતની સૌથી મોટી ફિલ્મ

Big B upcoming film: પ્રભાસ અને અમિતાભ બચ્ચન આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાના છે. જ્યાં આગામી શેડ્યુલમાં દીપિકા પાદુકોણ આ ફિલ્મના શૂટિંગનો હિસ્સો બનીને આપણને જોવા મળશે.

મનોરંજન ડેસ્ક: ૨૪ જુલાઈ: Big B upcoming film: બૉલિવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન શનિવારથી તેમની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. આ સમાચાર ખુદ અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર પોતાના ચાહકો સાથે શૅર કર્યા છે. તેમણે કહ્યું છે કે તે શનિવારથી તેમની નવી ફિલ્મનું શૂટિંગ કરવા જઈ રહ્યા છે. અભિનેતાએ આ ફિલ્મના શૂટિંગ અંગે માહિતી આપતાં જણાવ્યું નથી કે કઈ ફિલ્મના શૂટિંગ માટે જઈ રહ્યા છે. એક સમાચાર અનુસાર અમિતાભ બચ્ચન તેમની આગામી ફિલ્મના શૂટિંગ માટે હૈદરાબાદ ગયા છે.

આ પણ વાંચો…Rahul gandhi on mango: રાહુલ ગાંધીના ઉત્તર પ્રદેશની કેરી અંગેના નિવેદન પર યોગી આદિત્યનાથનો સણસણતો જવાબ..

બિગ બી (Big B upcoming film) ત્યાં નાગ અશ્વિન ના નિર્દેશનમાં બનનારી તેમની આગામી ફિલ્મ માટે પહોંચ્યા છે. અહેવાલ છે કે અભિનેતા આ ફિલ્મમાં પ્રભાસ અને દીપિકા પદુકોણ સાથે જોવા મળશે. જ્યાં આ ફિલ્મનું મુહૂર્ત શૉર્ટ શૂટ યોજાનાર છે. કલાકારો અહીં 6થી 7 દિવસ માટે શૂટિંગ કરવાના છે.આ ફિલ્મના મુહૂર્તમાં પ્રભાસ પણ જોવા મળશે. પ્રભાસ અને અમિતાભ બચ્ચન આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાના છે. જ્યાં આગામી શેડ્યુલમાં દીપિકા પાદુકોણ આ ફિલ્મના શૂટિંગનો હિસ્સો બનીને આપણને જોવા મળશે.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

ફિલ્મના નિર્માતાઓએ હજી સુધી આ ફિલ્મનું કોઈ નામ ફાઇનલ કર્યું નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ ભારતની સૌથી મોટી ફિલ્મ સાબિત થવા જઈ રહી છે. જ્યાં આ ફિલ્મની વાર્તા દ્વારા આપણને ભવિષ્યમાં થનારું ત્રીજું વિશ્વ યુદ્ધ બતાવવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ ભારતની સાથે સાથે ઘણા અન્ય દેશોમાં ડબ કરીને રજૂ કરવામાં આવશે.