Guru Purnima: જીવવા માટે હવાની જરૂર છે તેમ મોક્ષ પ્રાપ્ત કરવા માટે ગુરુની જરૂર છે: સાધુ પ્રેમવત્સલ દાસજી

Guru Purnima: કુમકુમ મંદિર – ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો.

અમદાવાદ , ૨૪ જુલાઈ: Guru Purnima: સ્વામિનારાયણ મંદિર- કુમકુમ – મણિનગર ખાતે મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી સવારે ૮. ૦૦ થી ૧૦.૩૦ સુધી સ્વામિનારાયણ ભગવાન તથા ગુરુપરંપરાના સદગુરુઓની ષોડ્શોપચારથી પૂજા કરીને, પંચામૃત અને કેસરજળથી અભિષેક તથા જનમંગલના પાઠ કરવામાં આવ્યાં. ત્યારબાદ સદ્ગ્રંથોની પારાયણ કરવામાં આવી.ત્યારબાદ સૌ સંતો – હરિભક્તો પૂજન, અર્ચન કરીને આરતી ઉતારી હતી..

ગુરુપૂર્ણિમા (Guru Purnima) પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલ દાસજી જણાવ્યું હતું કે જીવવા માટે હવા પાણી અને ખોરાકની જરૂર છે. ટીવી રીતે જીવાત્માના મોક્ષને માટે ગુરુ કરવાની ખાસ જરૂર છે . ગુરુ કરવાથી આપણને ખબર પડે છે કે આપણામાં કયા દોષો રહેલા છે અને તે દોષો ટાળવાનો ઉપાય આપણને ગુરુ બતાવે છે અને એ ઉપાય પ્રમાણે આપણે આપણું જીવન જીવીએ તો આપણા હૃદયમાં રહેલા કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર વગેરે જે દોષો છે તે નાશ પામે છે.

આ પણ વાંચો…Big B upcoming film: અમિતાભ બચ્ચન કરવા જઈ રહ્યા છે આ સુપરસ્ટાર સાથે ત્રીજા વિશ્વયુદ્ધ પર આધારિત ભારતની સૌથી મોટી ફિલ્મ

આજનો માનવી ટેન્શનમાં જીવતો હોય છે તેમાંથી મુક્ત કેવી રીતે થવું જોઈએ તે આપણને ગુરુ શીખવે છે. જીવનમાં સુખી થવા માટે શાસ્ત્રોમાં અનેક પ્રકારના ઉપાય બતાવેલ છે. પરંતુ એ ઉપાય સાચા અર્થમાં તો આપણને ગુરુ શીખવી શકે છે. દવા એક જ હોય છે પણ ડોક્ટર જેવો માણસ હોય, તેને જેવો રોગ હોય તે પ્રમાણે દવા આપે છે તેમ આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે ડોક્ટર ને. ઠેકાણે ગુરુ છે.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

માટે આપણે સાચા ગુરુની ઓળખીને તેમના ચરણોમાં જીવન સમર્પિત કરવું જોઈએ. આપણા અહોભાગ્ય છે કે આપણને સ્વામિનારાયણ ભગવાન મળ્યા ,જીવનપ્રાણ બાપા મળ્યા, જીવનપ્રાણ સ્વામીબાપા મળ્યા અને સદગુરુ શાસ્ત્રી આનંદ પ્રિય દાસજી સ્વામી જેવા સાચા સંત મળ્યા છે ,આપણે તેમનો સમય કાઢીને સમાગમ કરી લેવો જોઈએ તો આપણા જીવનની ઉન્નતિ થશે.