accident 1

Bhavnagar car accident: અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સહિત ચાર લોકોના કમકમાટી ભર્યા મોત નિપજયા

Bhavnagar car accident: બે ડમ્પર ચાલકો હાઇવે પર ઉભા રહીને એક બીજા સાથે વાતચીત કરે છે, ત્યારે ફોર વ્હીલર ગાડીમાં સવાર પરિવાર ટ્રક પાછળ ઘૂસી ગઇ

સુરત, 16 ઓગષ્ટઃBhavnagar car accident: અમરેલીનો આહીર પરિવાર સુરતથી પરત આવી રહ્યો હતો. તે દરમિયાન ભાવનગરના વલ્લભીપુર ઉમરાળા હાઈવે પર તેમની કારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં આહિર પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા. તેમજ એકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેણે પણ દમ તોડ્યો હતો આમ, અકસ્માતમાં ચારના મોત થયા હતા.

આ અકસ્માત એટલો ભયંકર હતો કે, લાશોને બહાર કાઢવા માટે કારના પતરા તોડવા પડ્યા હતા.આ બનાવે અંગે મૃતકના મોટાભાઈ સાંમત ભાભલુભાઈ ભુવાએ વલ્લભીપુર પોલીસ મથકે ફરિયાદ લખવતા જણાવ્યું હતું કે, મારો નાનોભાઈ જીલુ તેની પત્ની ગીતા, તેનો પુત્ર શુભમ તથા ભત્રીજો શિવમ સુરતથી સાતમ-આઠમના તહેવારમાં વેકશન મનાવવા ગામડે આવતા હતા.

આ પણ વાંચોઃ ITBP Bus Accident: ITBP ના જવાનોથી ભરેલી બસ નદીમાં ખાબકી, 6 જવાન શહીદ

ત્યારે વલભીપુરથી ઉમરાળા હાઈવે પર લક્ષ્મી પેટ્રોલ પંપ નજીક એક ડમ્પરની પાછળની સાઈડમાં કાર અથડાતાં ત્રણના ઘટના સ્થળે મારા ભાઇના પરિવારના ત્રણ સભ્યોના કમકમાટી ભર્યા મોત નિપજયા હતા, જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે, આ ઘટના CCTV સામે આવ્યા છે. જેમાં જોવા મળે છે કે, બે ડમ્પર ચાલકો હાઇવે પર ઉભા રહીને એક બીજા સાથે વાતચીત કરે છે, ત્યારે ફોર વ્હીલર ગાડીમાં સવાર પરિવાર ટ્રક પાછળ ઘૂસી જાય છે.

આ પણ વાંચોઃ FIFA Suspend all india football federation: ભારતીય ફૂટબોલ ચાહકો માટે એક ખરાબ સમાચાર, FIFAએ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનને સસ્પેન્ડ કર્યું

Gujarati banner 01