Amul

Amul hiked milk prices again: અમૂલે કર્યો દૂધના ભાવમાં વધારો, આવતીકાલથી નવા ભાવ લાગૂ

Amul hiked milk prices again: અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો કર્યો છે જે આગામી 17 ઓગસ્ટથી લાગૂ થશે

અમદાવાદ, 16 ઓગષ્ટઃAmul hiked milk prices again: સામાન્ય જનતા પર વધુ એક મોંઘવારીનો માર પડવા જઇ રહ્યો છે. તાજેતરમાં દૂધ-છાશ બાદ અને બટરના ભાવ પણ વધ્યા હતા. ત્યારે અમૂલે ફરી દૂધના ભાવમાં વધારો કર્યો છે. અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો કર્યો છે જે આગામી 17 ઓગસ્ટથી લાગૂ થશે. 

ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (અમૂલ ફેડરેશન),કે જેમના દ્વારા અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરવામાં આવે છે તેમના દ્વારા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત, દિલ્હી એનસીઆર, મુંબઈ, પશ્ચિમ બંગાળ અને અન્ય તમામ બજારોમાં તારીખ ૧૭ ઓગસ્ટ ૨૦૨૨થી દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. ૨ નો વધારો કરવાનો નિર્ણય લીધો છે. 

આ પણ વાંચોઃ Bhavnagar car accident: અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સહિત ચાર લોકોના કમકમાટી ભર્યા મોત નિપજયા

અમદાવાદ અને સૌરાષ્ટ્રના બજારોમાં તારીખ ૧૭ ઓગસ્ટ ૨૦૨૨ થી ૫૦૦ મિલી અમૂલ ગોલ્ડનો ભાવ રૂ. ૩૧, જ્યારે ૫૦૦ મિલી અમૂલ તાઝાનો ભાવ રૂ. ૨૫ અને ૫૦૦ મિલી અમૂલ શક્તિ દૂધનો ભાવ રૂ. ૨૮ પ્રતિ થશે. અમૂલ દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. ૨ નો વધારો થયેલ છે જે મહતમ વેચાણ કિમતમાં ટકાવારીની દ્રષ્ટિએ ૪% નો વધારો સૂચિત કરે છે જે હજુ પણ સરેરાશ ખાદ્ય ફુગાવા  કરતા ઓછો છે.

આ ભાવવધારો એકંદર ઓપરેશન ખર્ચ અને દૂધના ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને કારણે કરવામાં આવ્યો છે. ગત વર્ષની સરખામણીમાં પશુઓના ખોરાકનો ખર્ચમાં અંદાજીત ૨૦% જેટલો વધારો થયેલ છે. ઇનપુટ ખર્ચ અને પશુઓના ખોરાકમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને, અમૂલ ફેડરેશનના સંલગ્ન દૂધ સંઘો દ્વારા પણ ખેડૂતોના દૂધ સંપાદનના ભાવમાં પાછલા વર્ષની સરખામણીએ ૮-૯% જેટલો વધારો કર્યો છે.

અમૂલ તેની નીતિના ભાગ રૂપે ગ્રાહકો ધ્વારા દૂધ અને દૂધની બનાવટો માટે ચૂકવેલા દરેક રૂપિયાના લગભગ ૮૦ પૈસા દૂધ ઉત્પાદકોને ચૂકવે છે. કિંમતમાં સુધારો દૂધ ઉત્પાદકોને દૂધની લાભદાયી કિંમતો જાળવી રાખવામાં સહાયક બનશે અને તેમને દૂધનું વધુ ઉત્પાદન કરવા પ્રોત્સાહિત કરશે. 

આ પણ વાંચોઃ ITBP Bus Accident: ITBP ના જવાનોથી ભરેલી બસ નદીમાં ખાબકી, 6 જવાન શહીદ

Gujarati banner 01