Child actor Rahul koli passed away

Child actor Rahul koli passed away: ઓસ્કાર માટે નોમિનેટ થયેલી ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ના ચાઈલ્ડ એક્ટર રાહુલ કોલીનું નિધન

Child actor Rahul koli passed away: અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં લ્યુકેમિયા રોગથી ચાઇલ્ડ એક્ટરનું નિધન થયું

અમદાવાદ, 11 ઓક્ટોબરઃ Child actor Rahul koli passed away: ભારતમાંથી ઓસ્કારમાં પ્રવેશેલી ગુજરાતી ફિલ્મ ‘છેલો શો’ (ધ લાસ્ટ ફિલ્મ શો)ના ચાઈલ્ડ સ્ટાર રાહુલ કોલીનું નિધન થયું છે. તે માત્ર 10 વર્ષનો હતો. 2 ઓક્ટોબરના રોજ  અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં લ્યુકેમિયા રોગથી તેમનું નિધન થઈ ગયું હતું.

જામનગર નજીકના તેમના વતન હાપા ખાતે તેમના પરિવારે સોમવારે પ્રાર્થનાસભા યોજી હતી. રાહુલના પિતા રામુ ઓટોરિક્ષા ચલાવે છે. ફિલ્મની રિલીઝના થોડા દિવસો પહેલા જ તેમના નિધનથી દરેક વ્યક્તિ દુખી છે.

આ પણ વાંચોઃ Election Commission gave Thackeray and Shinde a new symbol: ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથને નવું નામ અને પ્રતીક ફાળવ્યું- વાંચો વિગત

રામુ કોલીએ દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે, તે ખૂબ જ ખુશ હતો અને મને કહેતો કે, 14 ઓક્ટોબર બાદ આપણી જિંદગી બદલાઈ જશે. પરંતુ તે પહેલા જ તે અમને છોડીને જતો રહ્યો. 14 ઓક્ટોબરના રોજ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝ થશે. 

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા (FFI) એ 12 દિવસ પહેલા આ ગુજરાતી ફિલ્મને 95મા એકેડેમી એવોર્ડ્સમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરી હતી. ‘છેલ્લો શો’નું નિર્દેશન યુએસ-બેસ્ડ ડિરેક્ટર પાન નલિન દ્વારા કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Vegetarian crocodile death: દુનિયાના એકમાત્ર શાકાહારી મગરનું મોત, વાંચો વિગત

Gujarati banner 01