Corona happened to many after Karan’s birthday party: બોલિવુડમાં કારણ જોહરની જન્મ દિવસની પાર્ટીમાં જનાર 50 થી વધુને કોરોના હોવાની શંકા, મુંબઈમાં કોરોના વકર્યો

Corona happened to many after Karan’s birthday party: પાર્ટીમાં હાજરી આપનાર અનેક લોકોને કોરોના કરણ જોહરના જન્મદિવસની પાર્ટી બાદ થયો છે. મહાનગર પાલિકા આક્ષેપ કરે છે

બોલિવુડ ડેસ્ક, 05 જૂનઃ Corona happened to many after Karan’s birthday party: મુંબઈ શહેરની અંદર કોરોના કેસો વકર્યા છે તેમાં પણ ખાસ કરીને બોલીવુડ ના પ્રોડ્યુસર ડિરેક્ટર કરણ જોહરની જન્મ દિવસની પાર્ટી તાજેતરમાં જ થઈ હતી, ત્યારે આ પાર્ટીની અંદર બોલિવૂડના સિતારાઓ નામી હસ્તીઓ વગેરે હાજર રહ્યા હતા જેમાં ૫૦ થી વધુ ને કોરોના થયો હોવાની શંકા સેવવામાં આવી છે. ત્યારે બોલીવુડ ના કેટલાક લોકોએ આ વાત છુપાવી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.   

પાર્ટીમાં હાજરી આપનાર અનેક લોકોને કોરોના કરણ જોહરના જન્મદિવસની પાર્ટી બાદ થયો છે. મહાનગર પાલિકા આક્ષેપ કરે છે કે બોલિવૂડના સિતારાઓ ને કોરોના થયો છે છતાં તેઓ છૂપાવી રહ્યાં છે જેના કારણે સંક્રમણ વધી રહ્યું છે આથી દરેક પાર્ટી ઉપર હવે ચાંપતી નજર રાખવામાં આવશે ભવિષ્યમાં જે કંઈ પણ પાર્ટી થશે ત્યારે તેમાં હાજર રહેનાર નું ટેસ્ટિંગ કરવામાં આવશે તે પ્રકારનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.   

બોલિવૂડમાં પાર્ટીઓ યોજાતી હોય છે ત્યારે બોલિવૂડના સિતારાઓ બહાર શૂટિંગ માટે પણ જતા હોય છે ત્યારે તેઓ મુંબઇ પરત ફરતા કેટલાક ને સંક્રમણ થવાની શક્યતા છે ત્યારે તેઓ આ પાર્ટીમાં જતા અન્ય લોકોને પણ સંક્રમણ થતું હોય છે જેથી આ સંક્રમણ મુંબઈ ની અંદર વધુ છે અત્યારે મુંબઈમાં 700 થી 900ની આસપાસ રોજ કેસો નોંધાઈ રહ્યા છે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Opposition to Hardik joining BJP: ભાજપે આવકારતા હાર્દિક પટેલના પોસ્ટરને કાળી શાહી લગાવવામાં આવી

આ પણ વાંચોઃ EPFO Interest Rate Cut: કેન્દ્ર સરકારે કર્મચારીઓની ભવિષ્ય નિધિની થાપણો પર 8.1 ટકા વ્યાજ દરને મંજૂરી આપી છે

Gujarati banner 01