Unique startup that save the environment

Unique startup that save the environment: વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પ્રસંગે ચાલો જાણીએ વડોદરાના એક સોશિયલ સ્ટાર્ટઅપની અનોખી કહાની

Unique startup that save the environment: રોડ-રસ્તા માટે સ્પીડ બ્રેકર, ગટરના ઢાંકણા પાર્કિંગ સ્ટોપર તથા પેવર બ્લોક જેવી વસ્તુઓ પ્લાસ્ટિક વેસ્ટ તથા ઇન્ડસ્ટ્રી દ્વારા કરવામાં આવતા વેસ્ટ મટીરિયલ નો ઉપયોગ કરીને બનાવવામાં આવી

વડોદરા, 05 જૂનઃ Unique startup that save the environment: આજે જ્યારે વિશ્વ આખું ઉદ્યોગો દ્વારા કરવામાં આવતા વેસ્ટ તથા ઘરેલુ પ્લાસ્ટિક વેસ્ટના ડમ્પિંગ ના કારણે ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ત્યારે વડોદરામાં રહેતા વિજય કામાની એ ભારત તથા વિશ્વભરના આ પ્લાસ્ટિક વેસ્ટને નાથવા માટે તથા એના માંથી નવસર્જન કરવા માટે નો ભગીરથ પ્રયાસ શરૂ કર્યો છે. પોતાની વર્ષો ની રિસર્ચ અને પ્રયાસો બાદ તેઓએ આ વેસ્ટ પ્લાસ્ટિકને, ફરી થી ઉપયોગમાં લઈ શકાય તેવી વસ્તુઓ માં પરિવર્તિત કરીને વિવિધ ઉપયોગી વસ્તુઓ બનાવવા નું તેઓ સ્ટાર્ટઅપ એડિશન અંતર્ગત શરુ કર્યું.

જ્યારે આજે દૈનિક જરૂરિયાત માટે આપણે વિવિધ રોડ તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગે આપણે પ્લાસ્ટિક મટીરીયલ થી બનેલી વિવિધ પ્રોડક્ટ વાપરતા હોય છે, ત્યારે વિજય કામાની દ્વારા રોડ-રસ્તા માટે સ્પીડ બ્રેકર, ગટરના ઢાંકણા પાર્કિંગ સ્ટોપર તથા પેવર બ્લોક જેવી વસ્તુઓ પ્લાસ્ટિક વેસ્ટ તથા ઇન્ડસ્ટ્રી દ્વારા કરવામાં આવતા વેસ્ટ મટીરિયલ નો ઉપયોગ કરીને બનાવવામાં આવી. જેથી આ કચરાનો યોગ્ય નિકાલ પણ થયો તથા આ વસ્તુઓ ને ફરી ઉપયોગમાં લઈને પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાયો છે.

આ પણ વાંચોઃ Corona happened to many after Karan’s birthday party: બોલિવુડમાં કારણ જોહરની જન્મ દિવસની પાર્ટીમાં જનાર 50 થી વધુને કોરોના હોવાની શંકા, મુંબઈમાં કોરોના વકર્યો

શહેર ની પારુલ યુનિવર્સિટી ના સ્ટાર્ટઅપ એક્શેલેટર સેન્ટર એવા ‘વડોદરા સ્ટાર્ટઅપ સ્ટુડિયો’ દ્વારા ઇન્કયુબેટેડ તથા સપોર્ટેડ આ સોશિઅલ સ્ટાર્ટઅપ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંગે નો મહત્વપૂર્ણ પ્રશ્ન સોલ્વ કરી રહ્યા છે, અને તે અને ની તમામ જરૂરી સપોર્ટ તેઓ વડોદરા સ્ટાર્ટઅપ સ્ટુડિયો ના માધ્યમ થી મેળવી રહ્યા છે. તદુપરાંત તેઓ ને રાજ્ય સરકારની ‘સેન્ટર ફોર એન્ટ્રપ્રિન્યરશિપ ડેવલોપમેન્ટ’ નો પણ જરૂરી સપોર્ટ પ્રાથમિક તબક્કામાં મળેલો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છ ભારત મિશન તથા પરિવહન મંત્રી નીતિન ગડકરી ની કચરામાંથી લોક ઉપયોગી વસ્તુઓ બનાવવાના મિશન થી થી પ્રેરણા લઈને આ સ્ટાર્ટઅપ ની સમગ્ર ટીમ હવે આગામી દિવસોમાં આ પ્લાસ્ટિક તથા ઔદ્યોગિક કચરા ના ઉપયોગથી રોડ બ્લોક નું નિર્માણ પણ કરવા જઇ રહી છે.

નોંધનીય છે કે ઈલેક્ટ્રીક પેનલિંગ માં ઉપયોગમાં લેવામાં આવતા ઈલેક્ટ્રીક ઇન્સ્યુલેટિંગ મેટ નું પણ નિર્માણ તેઓએ આ પ્રકારના મટિરિયલમાંથી કરેલું છે, અને તેઓને ઉદ્યોગો સરકારી અને બિનસરકારી સંસ્થાઓ તથા વિવિધ નગરપાલિકાઓ પાસેથી ખૂબ જ સારો સહયોગ મળી રહ્યો છે. આ સહયોગ ના કારણે જ, હવે એ સંભવ બન્યું છે કે વિવિધ મ્યુનિસિપલ્ટી તથા નગરપાલિકા દ્વારા સીધો આ પ્લાસ્ટિક કચરો મેળવીને તેને પ્રોસેસ કરીને વિવિધ લોક ઉપયોગી વસ્તુઓ બનાવીને જે તે વિસ્તારમાં જ ઉપયોગમાં લેવા માટે ની શરૂઆત થઈ છે.

આ પણ વાંચોઃ Opposition to Hardik joining BJP: ભાજપે આવકારતા હાર્દિક પટેલના પોસ્ટરને કાળી શાહી લગાવવામાં આવી

Gujarati banner 01