Deepika Padukone

Deepika As lady singham: લેડી સિંઘમ બની દીપિકા, અજય દેવગનની જેમ જ આપ્યો પોઝ- જુઓ તસ્વીર

Deepika As lady singham: ડિરેક્ટરે આગામી ફિલ્મ ‘સિંઘમ અગેન’ના સેટ પરથી દીપિકા પાદુકોણની તસવીર શેર કરી

whatsapp banner

બોલિવુડ ડેસ્ક, 21 એપ્રિલઃ Deepika As lady singham: રોહિત શેટ્ટીએ 19 એપ્રિલે દીપિકા પાદુકોણને ‘લેડી સિંઘમ’ તરીકે રજૂ કરી હતી. ડિરેક્ટરે આગામી ફિલ્મ ‘સિંઘમ અગેન’ના સેટ પરથી દીપિકા પાદુકોણની તસવીર શેર કરી છે. તેઓ તેને રીલ અને રિયલ લાઈફ હીરો કહી રહ્યા છે. રોહિત શેટ્ટીની ફિલ્મમાં દીપિકા પાદુકોણ પ્રથમ ફીમેલ કોપ છે. ઉલ્લેખનીય છે કે દીપિકા પાદુકોણ માતા બનવા જઈ રહી છે.

આ પણ વાંચો:Baba Ramdev: બાબા રામદેવને સુપ્રીમ કોર્ટનો આદેશ; યોગ શિબિર માટે સર્વિસ ટેક્સ ભરવાનો રહેશે

ફોટોમાં દીપિકા પાદુકોણ મહિલા પોલીસની ભૂમિકામાં ખૂબ જ દમદાર દેખાઈ રહી છે. તે સિંઘમના આઇકોનિક પોઝમાં જોવા મળે છે. ડિરેક્ટરે ફોટો સાથેના કેપ્શનમાં લખ્યું છે કે, ‘રીલ અને રિયલ લાઈફમાં મારી હીરો, લેડી સિંઘમ.’

ઉલ્લેખનીય છે કે,‘સિંઘમ અગેન’માં દીપિકા પાદુકોણ એક નિર્દય અને ખૂંખાર પોલીસની ભૂમિકા ભજવી રહી છે. દીપિકા ઉપરાંત આ ફિલ્મમાં અજય દેવગન, કરીના કપૂર ખાન, અર્જુન કપૂર, અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ અને રણવીર સિંહ મહત્ત્વની ભૂમિકામાં છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો