deepika padukone website COVER

દીપિકા પાદૂકોણે(deepika padukone) કરી વેબસાઈટ લોન્ચ, જાણો શું છે ખાસ

બોલિવુડ ડેસ્ક, 11 એપ્રિલઃ દીપિકા પાદુકોણ(deepika padukone) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. થોડા દિવસો પહેલા જ દીપિકાએ ઈંસ્ટાગ્રામ પર તેની બધી પોસ્ટ્સ ડિલીટ કરી હતી. આ પછી, હવે તેની દરેક નવી પોસ્ટ દ્વારા, અભિનેત્રી ચાહકોને પોતાને લગતી માહિતી આપતી રહે છે. હવે અભિનેત્રીએ તેની વેબસાઇટ જાહેર કરી છે.

download

દીપીકા પાદુકોણે ગુરુવારે ‘www.deepikapadukone.com’નામની વેબસાઈટ લોન્ચ કરી છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટના માધ્યમથી વેબસાઈટ લોન્ચની ઘોષણા કરી છે. તેણે વિડિયો શેર કરી કેપ્શન લખ્યુ કે, અનુભવ www.deepikapadukone.com . દીપીકાએ પ્રશંસકોને સમજાવતા એક વીડિયો શેર કર્યો જેમાં તેની વેબસાઈટ વિશે વિવરણ કર્યુ છે. તેણે ઉલ્લેખ કર્યો છો કો, વેબસાઈટમાં કઈ સામગ્રી હશે. દીપીકા પાદુકોણે વેબસાઈટ પર તેની આગામી પરિયોજનાઓ, સામાજિક કાર્ય અને અન્ય સુવિધાઓ પણ હશે.

Whatsapp Join Banner Guj

નોંધનીય છે કે, દીપિકા પાદુકોણ(deepika padukone)ના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે હાય, હું આજે મારી વેબસાઇટ લોન્ચ કરવા માટે ઉત્સુક છું. ઘણા મહિનાઓથી તેના પર કામ ચાલી રહ્યું હતું. કોરોના રોગચાળાને કારણે વિલંબ થયો છે, પરંતુ, તે હવે અહીં તૈયાર છે! હું માનું છું કે તેમાં એવા તત્વો છે જે મારા વ્યક્તિત્વને વિસ્તૃત કરશે.

ADVT Dental Titanium

હું આશા રાખું છું કે તમને બધાને આ ગમશે. અભિનેત્રીએ જાહેર કર્યું કે તેની ટીમ વેબસાઇટ પર ઘણા મહિનાઓથી કામ કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું વેબસાઇટ શરૂ કરવામાં વિલંબ થવાનું કારણ. દીપિકા(deepika padukone) ટૂંક સમયમાં 83 માં જોવા મળશે. આ ફિલ્મમાં તે પતિ રણવીર સિંહ સાથે લગ્ન પછી પહેલીવાર પડદા શેર કરતી જોવા મળશે. 83 ભૂતપૂર્વ ક્રિકેટર કપિલ દેવના જીવન પર આધારિત હશે. આ ફિલ્મમાં દીપિકા કપિલ દેવની પત્નીની ભૂમિકામાં જોવા મળશે અને કપિલ દેવ રણવીર સિંહ બનશે.

આ પણ વાંચો….

આજથી વડાપ્રધાન મોદીએ ચાર દિવસીય ‘ટીકા ઉત્સવ’(Tika utsav)નો કર્યો પ્રારંભ, લોકોને કરી આ 4 અપીલ- વાંચો સંપૂર્ણ અહેવાલ