Deepika visit siddhivinayak mandir

Deepika visit siddhivinayak mandir: ફિલ્મ ’83’ની સફળતાની પ્રાર્થના કરવા સિદ્ધીવિનાયકના દર્શને પહોંચી દીપિકા પાદુકોણ- જુઓ વીડિયો

Deepika visit siddhivinayak mandir: દીપિકા ’83’માં જોવા મળશે જે 24 ડિસેમ્બર એટલે કે આજે રિલીઝ થશે

બોલિવુડ ડેસ્ક, 24 ડિસેમ્બરઃ Deepika visit siddhivinayak mandir: દીપિકા પાદુકોણ તેની દરેક ફિલ્મની રિલીઝ પહેલા સિદ્ધિવિનાયક મંદિરના દર્શન કરવા જાય છે. હવે તે ફરી એકવાર ગુરુવારે મંદિરમાં દર્શન કરવા પહોંચી હતી. દીપિકા ’83’માં જોવા મળશે જે 24 ડિસેમ્બર એટલે કે આજે રિલીઝ થવાની છે. આ ફિલ્મ 1983 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની ઐતિહાસિક જીતની કહાની છે.

દીપિકાના પતિ રણવીર સિંહે કપિલ દેવની ભૂમિકા નિભાવી, જ્યારે દીપિકાએ કપિલ દેવની પત્ની રોમી ભાટિયાની ભૂમિકા નિભાવી. દીપિકા પણ ફિલ્મના પ્રોડ્યુસર્સમાંથી એક છે. પોતાની દરેક ફિલ્મની સફળતા માટે દીપિકા તેની રિલીઝ પહેલા સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા જાય છે.

View this post on Instagram

A post shared by yogen shah (@yogenshah_s)

ફિલ્મની રિલીઝ પહેલા દીપિકાએ મંદિરમાં પહોંચીને પૂજા અર્ચના કરી હતી. આ દરમિયાન દીપિકા પિંક કલરના સૂટમાં જોવા મળી હતી. લગ્ન પછી દીપિકા અને રણવીર સિંહ એક સાથે આ ફિલ્મમાં જોવા મળશે.

22 ડિસેમ્બરે ફિલ્મ ’83’નું સ્ક્રીનિંગ મુંબઈમાં યોજાયું હતું. આ સ્ક્રીનિંગમાં બોલિવૂડ સેલેબ્સ ઉપરાંત જાણીતા ક્રિકેટર્સ પણ સામેલ થયા હતા. આ ફિલ્મને કબીર ખાને ડિરેક્ટ કરી છે.

આ પણ વાંચોઃ IT raid: સમાજવાદી પાર્ટી’ નામથી પરફ્યુમના વેપારીના ઘરમાંથી રુ.150 કરોડ મળ્યા, IT ટીમને રોકડ ગણવા માટે 4 મશીનો પણ ઓછા પડ્યા

Whatsapp Join Banner Guj