IT raid Samajvadi

IT raid: સમાજવાદી પાર્ટી’ નામથી પરફ્યુમના વેપારીના ઘરમાંથી રુ.150 કરોડ મળ્યા, IT ટીમને રોકડ ગણવા માટે 4 મશીનો પણ ઓછા પડ્યા

IT raid: આનંદપુરી વિસ્તારમાં પીયૂષ જૈનના ઘરેથી નોટોના મોટ-મોટા બંડલ મળી આવ્યા છે, જેની કેટલીક તસવીરો પણ સામે આવી

નવી દિલ્હી, 24 ડિસેમ્બરઃ IT raid: કાનપુરનાં પરફ્યુમના વેપારી અને સપા નેતા પીયૂષ જૈનના ઘરેથી ઈન્કમટેક્સને રૂ. 150 કરોડથી વધુની રકમ મળી છે. ગુરુવારે બપોરે આવકવેરા વિભાગની ટીમે જૈનના ઘરે દરોડા પાડ્યા હતા. આનંદપુરી વિસ્તારમાં પીયૂષ જૈનના ઘરેથી નોટોના મોટ-મોટા બંડલ મળી આવ્યા છે. જેની કેટલીક તસવીરો પણ સામે આવી છે. ખાસ વાત એ છે કે પીયૂષ જૈન અખિલેશ યાદવની નજીકના છે. અને તેણે હાલમાં જ ‘સમાજવાદી’ પરફ્યુમ પણ લોન્ચ કર્યું હતું.

દરોડાની જે તસવીરો સામે આવી છે તેમાં તિજોરીમાં નોટોનાં બંડલો પેક કરીને રાખવામાં આવી હોવાનું જોવા મળ્યું છે. 500 રૂપિયાની નોટોના બંડલ બનાવીને રોકડ રાખવામાં આવી હતી. આ બંડલોને એ રીતે પેક કરવામાં આવ્યા હતા જેથી તેને આરામથી ગમે ત્યાં કુરિયર કરી શકાય. સૂત્રોએ જણાવ્યું હતું કે આઈટીની ટીમ ચાર નોટ કાઉન્ટીંગ મશીન સાથે આવી પહોંચી હતી. બાદમાં નોટો ગણવા માટે બીજા પણ મશીનો મંગાવવામાં આવ્યા હતા.

IT નાં સૂત્રોએ જણાવ્યું હતું કે આ રકમ એટલી વધારે છે કે મોડી રાત સુધી તેઓ 4 મશીનોમાંથી 40 કરોડ રૂપિયા ગણી શક્યા છે. બાકીની નોટોની ગણતરી આજે થશે. ગણતરી કર્યા પછી, રકમ 150 કરોડથી વધુ નીકળવાની આશંકા છે. SBIના અધિકારીઓને પણ નોટો ગણવા માટે બોલાવવામાં આવ્યા છે. તેમની મદદથી રોકડની ગણતરી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Blast at GIDC Canton Laboratories: વડોદરામાં GIDCની કેન્ટોન લેબોરેટરીઝમાં બોઇલર ફાટતા આગ, 2 વ્યક્તિના મોત 14 કામદારો ઇજાગ્રસ્ત

બિઝનેસમેન પીયૂષ જૈન સપા પ્રમુખ અખિલેશ યાદવના નજીકના છે. થોડા દિવસો પહેલા પીયૂષ જૈને સમાજવાદી પાર્ટી નામનું પરફ્યુમ લોન્ચ કર્યું હતું. આ માટે તે ચર્ચાઓમાં પણ રહ્યા છે. અધિકારીઓનામ જણાવ્યા મુજબ પીયૂષ જૈનની લગભગ 40 કંપનીઓ છે. આમાં ઘણી શેલ કંપનીઓ પણ સામેલ છે. આ કંપનીઓ દ્વારા કરચોરી કરવામાં આવી છે. પરફ્યુમ કન્નૌજમાં બને છે અને મુંબઈમાં તેમનો શોરૂમ છે. જ્યાંથી દેશ-વિદેશમાં પરફ્યુમ સપ્લાય કરવામાં આવે છે.

બુધવારે શિખર પાન મસાલા પર GST અને આવકવેરાના દરોડા પાડવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે આ દરમિયાન આઇટી ટીમને પીયૂષ જૈન અને સોપારીના વેપારી કેકે અગ્રવાલ દ્વારા ટેક્સ ચોરીની વાત મળી આવી હતી. આ પછી, IT ટીમે ગુરુવારે પીયૂષ જૈન અને કેકે અગ્રવાલના સ્થળો પર દરોડા પાડ્યા હતા. અગ્રવાલના ઘરેથી શું મળ્યું તે અંગે કોઈ માહિતી મળી શકી નથી.

ટ્રકમાં નકલી ઇનવોઇસ પણ મળી આવી GST વિભાગના જણાવ્યા અનુસાર, શિખર પાન મસાલા ફેક્ટરીમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન જાણવા મળ્યું હતું કે ઈ-વે બિલ જનરેટ કરવું પડતું નથી, આ માટે નકલી પેઢીના નામે 50 હજાર રૂપિયાથી ઓછી કિંમતના નકલી ઇનવોઇસ બનાવવામાં આવ્યા હતા. ટ્રાન્સપોર્ટર પાસે પાર્ક કરેલી 4 ટ્રકમાંથી 200 નકલી ઈનવોઈસ પણ મળી આવ્યા છે. ફેક્ટરીમાં સ્ટોક તપાસતા, કાચા માલ અને તૈયાર માલ વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો છે.

IT raid

GST વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણેય ઉદ્યોગપતિઓ એકબીજા સાથે જોડાયેલાં છે. શિખર પાન મસાલામાં દરોડા પડ્યા બાદ બંને ધંધાર્થીઓ સતર્ક થઈ ગયા હતા. જો કે, બંને ઉદ્યોગપતિઓને ત્યાં એક સાથે દરોડા પાડ્યા બાદ રોકડને ઠેકાણે કરતા પહેલા તેને જપ્ત કરવામાં આવી હતી.

પિયુષ જૈન મૂળ કન્નૌજના છિપત્તીના રહેવાસી છે. તેની પાસે ઘર, કોલ્ડ સ્ટોર, પેટ્રોલ પંપ અને પરફ્યુમની ફેક્ટરી પણ છે. પરફ્યુમ ફેક્ટરીની હેડ ઓફિસ મુંબઈમાં છે. આવી સ્થિતિમાં આવકવેરા વિભાગની મુંબઈ ટીમે એક સાથે કાનપુર, મુંબઈ અને કન્નૌજના તમામ સ્થળો પર દરોડા પાડ્યા છે. પિયુષ જૈનની પણ મિડલ ઈસ્ટમાં 2 કંપનીઓ છે.

Whatsapp Join Banner Guj