Delhi police Nora will be questioned

Delhi police Nora will be questioned: જેકલીન ફર્નાન્ડીઝની 8 કલાક પૂછપરછ, દિલ્હી પોલીસે નોરા ફતેહીને મોકલ્યું સમન્સ

Delhi police Nora will be questioned: દિલ્હી પોલીસે નોરાને ગુરૂવારે આર્થિક અપરાધ શાખા (EOW) ની સામે રજૂ થવા માટે કહ્યું

મનોરંજન ડેસ્ક, 15 સપ્ટેમ્બરઃDelhi police Nora will be questioned: મનીલોન્ડ્રિંગ કેસમાં ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે લિંકના આરોપમાં દિલ્હી પોલીસ હવે બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ બાદ નોરા ફતેહીની પૂછપરછ કરશે. દિલ્હી પોલીસે નોરાને ગુરૂવારે આર્થિક અપરાધ શાખા (EOW) ની સામે રજૂ થવા માટે કહ્યું છે. આ મામલો સુકેશ ચંદ્રશેકર સાથે જોડાયેલા 200 કરોડ રૂપિયાની વસૂલીનો છે. 

બુધવારે દિલ્હી પોલીસે જેકલીનની આશરે આઠ કલાક પૂછપરછ કરી હતી. જેકલીન સિવાય ટીમે પિંકી ઈરાનીની પણ પૂછપરછ કરી, જેણે કથિત રીતે જેકલીનને ઠગ સુકેશને મેળવવા માટે કરોડો રૂપિયા આપ્યા હતા. પહેલા રાઉન્ડની પૂછપરછ દરમિયાન અધિકારીઓને જેકલીન અને પિંકી ઈરાનીના જવાબમાં અસમાનતા જોવા મળી હતી.

આ પણ વાંચોઃ Narmada jal poojan: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઐતિહાસિક ઘડીએ એકતાનગર જઇને મા નર્મદાના જળ પૂજન થકી નર્મદા નીરના વધામણા કર્યા

માનવામાં આવી રહ્યું છે કે બંનેની ફરી પૂછપરછ થઈ શકે છે. પિંકી ઈરાનીને ગુરૂવારે દિલ્હી પોલીસની સામે રજૂ થવાનું કહ્યું છે પરંતુ જેકલીનને ફરી પૂછપરછ માટે સમન્સ જારી કરવામાં આવ્યું નથી. પરંતુ દિલ્હી પોલીસે કહ્યું કે નોરા ફતેહીનો જેકલીન સાથે કોઈ સીધો સંબંધ નથી પરંતુ પિંકી ઈરાની સાથે પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે 2 સપ્ટેમ્બરે પોલીસે નોરા ફતેહીની બળજબરીથી વસૂલીના મામલામાં આશરે સાત કલાક પૂછપરછ કરી અને તેનું નિવેદન નોંધ્યું હતું. પોલીસ અનુસાર નોરા ફતેરીને સુકેશ પાસેથી ઘણી કિંમતે ભેટ મળી હતી. તે ચેન્નઈમાં એક કાર્યક્રમનો ભાગ હતી, જેની સુકેશ ચંદ્રશેખર સાથે પણ લિંક છે.

આ પણ વાંચોઃ Bikers shoot for 30 km on bihar highway: હાઇવે પર બાઇકસવારો 30 KM સુધી કરતા રહ્યા ગોળીબાર, વાંચો શું છે સમગ્ર ઘટના?

Gujarati banner 01