Bikers shoot for 30 km on bihar highway

Bikers shoot for 30 km on bihar highway: હાઇવે પર બાઇકસવારો 30 KM સુધી કરતા રહ્યા ગોળીબાર, વાંચો શું છે સમગ્ર ઘટના?

Bikers shoot for 30 km on bihar highway: આ ઘટનામાં કુલ 11 લોકોને ગોળીવાગી અને 7 પોલીસ કર્મી સસ્પેન્ડ થયા

નવી દિલ્હી, 14 સપ્ટેમ્બરઃ Bikers shoot for 30 km on bihar highway: બિહારના બેગુસરાયમાં મંગળવારે સાંજે 6 વાગ્યે NH-28 પર બાઇકસવારોએ તાબડતોબ ફાયરિંગ કર્યું. 30 કિલોમીટરના વિસ્તારમાં બદમાશ ગોળીબાર કરતા રહ્યા. રસ્તામાં જે દેખાયા તેમને ગોળી મારી. કુલ 11 લોકોને ગોળી વાગી હતી.

નોંધનીય છે કે ગોળી વાગતાં પંચાયત સમિતિના સભ્ય અમિત કુમારનું મોત થયું છે, જ્યારે પ્રાઈવેટ ફાઈનાન્સ કર્મચારી સહિત 10 લોકો ઘાયલ થયા, એમાં 3ની હાલત ગંભીર છે. ભારતમાં આ પહેલી ઘટના છે.

પોલીસે સમસ્તીપુરમાંથી 2 શકમંદની અટકાયત કરી છે. ભાજપે આજે બેગુસરાઈ બંધનું એલાન આપ્યું છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે નીતીશ કુમારના રાજીનામાની માગ કરી છે. એસપીએ આ મામલે પોલીસની બેદરકારી સ્વીકારી છે. 7 પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Electricity Subsidy in Delhi: ફ્રી વીજળી બાબતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત, વાંચો શું કહ્યું?

સમસ્તીપુરની ઉજિયારપુર પોલીસે મંગળવારે મોડી રાત્રે NH-28 પર બહિરા ચોક નજીક વાહન ચેકિંગ દરમિયાન બાઇક પર સવાર બે બદમાશની અટકાયત કરી છે. બંને પાસેથી પિસ્તોલ અને ભારે કારતૂસ મળી આવી હતી. બંનેની ઉંમર 25-26 વર્ષની આસપાસ છે.

પોલીસને શંકા છે કે આ બંનેએ બેગુસરાયમાં ગોળીબાર કર્યો હતો. પૂછપરછ દરમિયાન બંનેએ ફાયરિંગની ઘટનાથી પોતાને દૂર રાખ્યા હતા. બંને બેગુસરાયના રહેવાસી હોવાનું કહેવાય છે.

પોલીસ હેડક્વાર્ટર પણ બેગુસરાઈમાં થયેલા ગોળીબારની ઘટના પર નજર રાખી રહ્યું છે. ADG હેડક્વાર્ટર જિતેન્દ્ર સિંહ ગંગવારે જણાવ્યું હતું કે જિલ્લાની પોલીસ ટીમ સતત કામ કરી રહી છે. ગુનેગારોની ઓળખ અને ધરપકડ કરવા માટે CCTV ફૂટેજની મદદ લેવામાં આવી રહી છે. રેન્જના DIG પણ ઘટનાસ્થળે ગયા છે. એસપી અને તેમની ટીમ સતત કાર્યવાહીમાં લાગેલી છે.

આ પણ વાંચોઃ Post office recurring deposit scheme: પોસ્ટ ઓફિસની આ યોજનામાં માત્ર 100 રુપિયાના રોકાણથી કમાઇ શકાશે લાખો રુપિયા- વાંચો વિગત

Gujarati banner 01