Leopards

Leopards in india: ભારતમાં ચિત્તાઓની વધશે સંખ્યા, આ વખતે નામીબિયાથી નહીં પણ અહીંથી..

Leopards in india: મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં 18 ફેબ્રુઆરીખે ફરી આવી રહ્યા છે 12 ચિત્તા

નવી દિલ્હી, 15 ફેબ્રુઆરી: Leopards in india: ભારતમાં ચિત્તાઓની સંખ્યા વધવાની છે. કેમકે 12 ચિત્તાઓની બીજી બેચ 18 ફેબ્રુઆરી (શનિવારે) દક્ષિણ આફ્રિકાથી મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક પહોંચશે. અગાઉ ફેબ્રુઆરીમાં, ભારતમાં ચિત્તાઓને પુનઃસ્થાપિત કરવાની યોજનાના ભાગરૂપે નામિબિયામાંથી આઠ ચિત્તાઓને KNPમાં લાવવામાં આવ્યા હતા.

આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા એક નિષ્ણાતે મીડિયાને જણાવ્યું હતું કે સાત નર અને પાંચ માદા ચિત્તા શુક્રવારે સાંજે ભારતીય વાયુસેનાના પરિવહન વિમાન દ્વારા દક્ષિણ આફ્રિકાથી હજારો માઈલ દૂર ભારતમાં તેમના નવા ઘર તરફની મુસાફરી શરૂ કરશે.

તેમણે કહ્યું કે દક્ષિણ આફ્રિકન ચિત્તા સૌપ્રથમ શનિવારે સવારે મધ્યપ્રદેશના ગ્વાલિયર એરફોર્સ બેઝ પર પહોંચશે અને 30 મિનિટ પછી તેમને ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા લગભગ 165 કિમી દૂર શિયોપુર જિલ્લાના કેએનપીમાં એરલિફ્ટ કરવામાં આવશે. નિષ્ણાતે કહ્યું કે બપોરે 12 વાગ્યે KNP પર ઉતર્યા પછી, તેમને અડધા કલાક પછી ક્વોરેન્ટાઇન માં રાખવામાં આવશે. KNPમાં દક્ષિણ આફ્રિકાના ચિત્તાઓ માટે 10 ક્વોરેન્ટાઇન બનાવ્યા છે.

આ પૈકીના બે એન્ક્લોઝરમાં ચિતા ભાઈઓની બે જોડી રાખવામાં આવશે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે દક્ષિણ આફ્રિકાના એક પ્રતિનિધિમંડળે ગયા વર્ષે સપ્ટેમ્બરની શરૂઆતમાં કેએનપીની મુલાકાત લીધી હતી અને વાઇલ્ડ લાઇફ અભયારણ્યમાં વિશ્વના સૌથી ઝડપી ભૂમિ પ્રાણીને રાખવા અને ચિત્તાઓને ગયા મહિને સ્થાનાંતરિત કરવા માટેની વ્યવસ્થા જોવા માટે ગયા હતા. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે એક કરાર થયો હતો.

દરેક ચિત્તાને ખસેડવામાં આવે તે પહેલા ભારતે USD 3000 ચૂકવવા પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 સપ્ટેમ્બરના રોજ તેમના 72માં જન્મદિવસે નામીબિયાથી KNPમાં આઠ ચિત્તાઓને મુક્ત કર્યા હતા. પરંતુ તે સમયે દક્ષિણ આફ્રિકાની સરકારની મંજૂરીના અભાવે આ 12 ચિત્તાઓને KNPમાં લાવી શકાયા ન હતા.

આ પણ વાંચો: Loan recovery news: RBIએ લોન લેનારાઓને આપી વધુ એક રાહત, હવે લોન રિકવરી પહેલા કરવું પડશે આ કામ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો