Film Prithviraj Protest

Film Prithviraj Protest: અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘પૃથ્વીરાજ ચૌહાણ’ સામે વિરોધ પ્રદર્શન, ફિલ્મને બોયકોટ કરવાનું કહ્યું- વાંચો શું છે મામલો?

Film Prithviraj Protest: ફિલ્મનુ પોસ્ટર રિલિઝ કરવામાં આવ્યુ ત્યારે પણ અક્ષય કુમારના લૂકને લઈને લોકોએ આકરા પ્રત્યાઘાતો આપ્યા હતા

બોલિવુડ ડેસ્ક, 31 ડિસેમ્બરઃ Film Prithviraj Protest: અક્ષયકુમારની આગામી ફિલ્મ પૃથ્વીરાજ ચૌહાણનો વિરોધ શરુ થઈ ગયો છે. તાજેતરમાં આ ફિલ્મનુ પોસ્ટર રિલિઝ કરવામાં આવ્યુ ત્યારે પણ અક્ષય કુમારના લૂકને લઈને લોકોએ આકરા પ્રત્યાઘાતો આપ્યા હતા.દરમિયાન હવે અજમેરમાં આ ફિલ્મની સામે ભારે વિરોધ પ્રદર્શન થયુ છે અને ફિલ્મના બોયકોટનુ એલાન કરવામાં આવ્યુ છે.

અજમેરમાં ગુર્જર સમાજે ફિલ્મના વિરોધમાં પ્રદર્શન કર્યુ હતુ અને કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતુ.વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.તેમણે રસ્તો જામ કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

અખિલ ભારતીય વીર ગુર્જર સમાજ સુધાર સમિતિનુ કહેવુ છે કે, આ ફિલ્મને લઈને સમાજમાં આક્રોશ છે.ફિલ્મનુ નામ બદલીને વધારે સન્માનજનક નામ રાખવામાં આવે તેમજ ફિલ્મમાં તથ્યો સાથે કોઈ ચેડા કરવામાં ના આવે તથા સત્ય જ રજૂ કરવામાં આવે. આ ફિલ્મ 22 જાન્યુઆરીએ રજૂ થવાની છે.જેમાં અક્ષયની સામે માનુષી છિલ્લર નજરે પડશે.

આ પણ વાંચોઃ About IT Raid: નાણામંત્રીએ અખિલેશ યાદવ પર નિશાન સાધતા કહ્યુ, દરોડાથી હચમચી ગયા છે યુપીના પૂર્વ મુખ્યમંત્રી

Whatsapp Join Banner Guj