Nirmala sitharaman

About IT Raid: નાણામંત્રીએ અખિલેશ યાદવ પર નિશાન સાધતા કહ્યુ, દરોડાથી હચમચી ગયા છે યુપીના પૂર્વ મુખ્યમંત્રી

About IT Raid: અત્તર વેપારી અને એસપી એમએલસી પુષ્પરાજ જૈન અને અન્યની સંપત્તિઓ પર આજની આઈટી રેડ પર કાર્યવાહી યોગ્ય ખાનગી જાણકારીના આધારે કરવામાં આવી

નવી દિલ્હી, 31 ડિસેમ્બરઃ About IT Raid: ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના નજીકના ત્યાં દરોડા પર કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પર નિશાન સાધ્યુ. તેમણે કહ્યુ કે અખિલેશ યાદવ દરોડાથી કેમ ડરે છે. કોઈ સામાન્ય માણસના ઘરેથી આટલી મોટી રકમ મળી શકે નહીં. તેમના નિવેદનથી સ્પષ્ટ છે કે પૂર્વ સીએમ દરોડાથી હચમચી ગયા છે.

અત્તર વેપારી અને એસપી એમએલસી પુષ્પરાજ જૈન અને અન્યની સંપત્તિઓ પર આજની આઈટી રેડ પર કાર્યવાહી યોગ્ય ખાનગી જાણકારીના આધારે કરવામાં આવી રહી છે. આજના આઈટી દરોડામાં અસંબદ્ધ સામગ્રી સામે આવી રહી છે.  

આ પણ વાંચોઃ Bollywood debut in 2021: સુનીલ શેટ્ટીના દીકરા અહાનથી લઈને કેટરીના કૈફની બહેન ઈઝાબેલ સુધી, આ ન્યૂકમર્સે કર્યુ બોલિવૂડમાં ડેબ્યુ

કેન્દ્રીય નાણા મંત્રીએ કહ્યુ કે લૉ ઈન્ફોર્સિંગ એજન્સી ક્યાંક દરોડા પાડે છે, તો માહિતીના આધારે પર પાડે છે. કાનપુરમાં અત્તર વેપારીના ત્યાં જીએસટીની જાણકારી હેઠળ દરોડા પાડવામાં આવ્યા. જેને લઈને છેલ્લા બે દિવસમાં આટલી ખોટી જાણકારી ફેલાઈ ગઈ, જેને સમજાવવા માટે એક પ્રેસ નોટ જારી કરી છે. 

તેમણે કહ્યુ કે જે લોકો આની પર ટિપ્પણી કરી રહ્યા છે હુ તેમને પૂછવા માગુ છુ કે ટીમ ગઈ તો તે ખાલી હાથ આવી શુ? જો ખોટી વ્યક્તિના ઘરે ગયેલા હોત તો તેમના ઘરમાં આટલી રકમ મળત? તમે કોને બચાવી રહ્યા છો? સપા પ્રમુખ અખિલેશ યાદવ શુ આનાથી હચમચી ગયા છે? શુ તેમને ડર લાગી રહ્યો છે? 

Whatsapp Join Banner Guj