Shreya Ghoshal

Good news: બોલિવુડની આ જાણીતી સિંગરે આપ્યો દીકરાને જન્મ, સોશિયલ મીડિયા પર આપી જાણકારી

બોલિવુડ ડેસ્ક, 23 મેઃGood news: બોલિવુડની જાણીતી સિંગર શ્રેયા ઘોષાલ માતા બની છે. તેણે પુત્રને જન્મ આપ્યો છે. બોલીવુડ સિંગરે શનિવારે બપોરે પુત્રને જન્મ આપ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર આ ખુશખબર આપી છે. ત્યારબાદ તેના ફેન્સ શુભેચ્છાઓ આપી રહ્યા છે. ગાયિકા શ્રેયા ઘોષાલ અને પતિ શિલાદિત્ય માતા-પિતા બની ગયા છે.

શ્રેયાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી આ જાણકારી(Good news) આપી હતી. તેણે લખ્યું કે- ભગવાનના આશીર્વાદથી  એક અણમોલ પુત્રનો જન્મ બપોરે થયો છે. આવી ભાવના મને પહેલા ક્યારેય થઈ નથી. શિલાદિત્ય અને હું, અમારા પરિવારમાં બધા ખુશ છે. તમારા બધાની શુભેચ્છા માટે આભાર. ત્યારબાદ અનેક લોકો શ્રેયા ઘોષાલને શુભેચ્છા આપી રહ્યાં છે. ગાયિકા નીતિ મોહને લખ્યું- ખુબ ખુબ શુભકામનાઓ. આ ખુશીના સમાચાર છે. હું આશા કરુ છું કે તમે અને બેબી સ્વસ્થ હશો. 

Whatsapp Join Banner Guj

શ્રેયાના મિત્રો Good news બદલ અભિનંદન પાઠવી રહ્યા છે. ગાયક અને કંપોઝર શેખર રાવજિયાનીએ લખ્યુ કે- અભિનંદન. ગાયક રાજ પંડિતે લખ્યુ છે, શ્રેયા ઘોષાલ શુભેચ્છા, ભગવાન તમને સ્વસ્થ રાખે. શ્રેયાએ બોલીવુડની અનેક ફિલ્મોમાં ગીત આપ્યા છે. તેનો અવાજ ખુબ પસંદ કરવામાં આવે છે. તો બોલીવુ સિંગર સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે.

ADVT Dental Titanium

આ પણ વાંચો…..

Mucormycosis: જાણો,ફૂગમાંથી જન્મેલી આ મહામારીનું કારણ,બચવાની રીત- પેનિક થવાની જરુર નથી, વાંચો સંપૂર્ણ માહિતી