highest paid tv actress

Highest paid tv actress: ટીવીની સૌથી વધુ ફી લેતી એક્ટ્રેસ બની રુપાલી ગાંગુલી, જાણો બીજી અભિનેત્રી લે છે કેટલી ફી?

Highest paid tv actress: આવો જાણીએ આ હાઇ પેઇડ એક્ટ્રસના લિસ્ટમાં કોનો કોનો સમાવેશ છે

મનોરંજન ડેસ્ક, 03 ફેબ્રુઆરીઃ Highest paid tv actress: પહેલા ઘણા લોકો નાના પરદાને મોટા પરદા કરતા નીચા સ્થાનનું ગણતા હતા. પરંતુ અત્યારની પરિસ્થિતિ એવી છે કે મોટા મોટા સ્ટાર્સ પણ ટીવી પર આવી રહ્યાં છે. તેવામાં નાના પરદાની અભિનેત્રીઓની વાત કરીએ તો તે પોતાના રોલ માટે મોં માંગી કિંમત લઇ રહી છે. ટીવીની આ અભિનેત્રી પર એપિસોડ લાખો રુપિયા લઇ રહી છે. આવો જાણીએ આ હાઇ પેઇડ એક્ટ્રસના લિસ્ટમાં કોનો કોનો સમાવેશ છે.

રુપાલી ગાંગુલી- પર એપિસોડ 3 લાખ ફી

Anupama's Rupali Ganguly opens up after testing Covid positive : Bollywood  News - Bollywood Hungama

ટીવી સિરિયલ ‘અનુપમા’ની લીડ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી મોંઘી એક્ટ્રેસ છે. રૂપાલી ગાંગુલી થોડાં સમય પહેલાં આ શો માટે દોઢ લાખ રૂપિયા લેતી હતી. જોકે, હવે તેણે પોતાની ફી બમણી કરી નાખી છે. હવે તે એક એપિસોડના 3 લાખ રૂપિયા લે છે.

હિના ખાન – પર એપિસોડ 2 લાખ ફી

Hina Khan confesses she 'didn't take COVID precautions' on returning from  Srinagar - Watch | People News | Zee News

‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ તથા ‘કસૌટી જિંદગી કી’ જેવા શોમાં જોવા મળેલી હિના ખાન એક એપિસોડના 2 લાખ રૂપિયા લે છે. હિના ‘બિગ બોસ 11’ની રનર અપ પણ હતી. તેણે ‘ખતરો કે ખિલાડી’માં પણ ભાગ લીધો હતો. હિના ટીવી શો ઉપરાંત ‘હેક્ડ’, ‘લાઇન્સ’ જેવી ફિલ્મમાં પણ જોવા મળી છે.

જેનિફર વિન્ગેટ- પર એપિસોડ 1-1.5 લાખ ફી

Jennifer Winget confirms being part of Beyhadh 2 | Entertainment News,The  Indian Express

‘બેપનાહ’, ‘બેહદ’ જેવા હિટ શોમાં લીડ રોલ પ્લે કરનાર જેનિફર થોડાં વર્ષો પહેલાં 70-80 હજાર રૂપિયા લેતી હતી. જોકે, ‘બેહદ 2’ પહેલાં તેણે ફી વધારી હતી. જેનિફરે ‘કોડ M’ સિરીઝમાં પણ કામ કર્યું છે.

સાક્ષી તન્વર​​​​​​​- પર એપિસોડ 1-1.25 લાખ ફી

Sakshi Tanwar on working with Manoj Bajpayee in Dial 100: 'Not many know  that he was my first director' | Entertainment News,The Indian Express

‘કહાની ઘર ઘર કી’ તથા ‘બડે અચ્છે લગતે હૈ’ જેવા શોમાં કામ કરનારી સાક્ષી એક એપિસોડ માટે 1-1.25 લાખ રૂપિયા લે છે. સિરિયલ ઉપરાંત ‘દગંલ’ ફિલ્મમાં પણ કામ કર્યું છે.

દિવ્યાંકા ત્રિપાઠી- પર એપિસોડ 1 લાખ ફી

TV actor Divyanka Tripathi Dahiya reveals why she does not share bikini  photos on social media

‘યે હૈ મહોબ્બતે’માં કામ કરીને લોકપ્રિય થનાર દિવ્યાંકા ત્રિપાઠી એક એપિસોડના એક લાખ રૂપિયા લે છે. આ શો ઑફ એર થયા બાદ દિવ્યાંકા ‘ક્રાઇમ પેટ્રોલ’ને હોસ્ટ કરતી જોવા મળી હતી.

સુરભિ જ્યોતિપર એપિસોડ 70 હજાર ફી

Here are 5 times Surbhi Jyoti proved she can slay any winter fashion look;  See PHOTOS | PINKVILLA

‘કૂબૂલ હૈ’, ‘ઇશ્કબાઝ’ ‘નાગિન’ જેવી લોકપ્રિય સિરિયલમાં કામ કરીને લોકપ્રિય થનાર એક્ટ્રેસ સુરભિ જ્યોતિ એક એપિસોડ દીઠ 70 હજાર રૂપિયા લે છે. સુરભિએ હાલમાં જ ‘સોનમ ગુપ્તા બેવફા હૈ’થી વેબ ડેબ્યૂ કર્યું હતું.

આ પણ વાંચોઃ indian cricketers test positive: ધવન, શ્રેયસ ઐયર અને ગાયકવાડ સહિતના ભારતીય ક્રિકેટરો કોરોના સંક્રમિત

Gujarati banner 01