a6ea65cf 483c 4c1a a4da 55ba44807604

3 more accused arrested in Dhandhuka case: કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ 3 આરોપીની ધરપકડ, અત્યાર સુધી બે મૌલાના સહિત 10ની ધરપકડ

3 more accused arrested in Dhandhuka case: ગુજરાત ATSએ મુજબ, મૌલાના કમર ગનીએ છેલ્લા 6 મહિનામાં ગુજરાતના અલગ-અલગ શહેરોની મુલાકાત લીધી

અમદાવાદ, 03 ફેબ્રુઆરીઃ 3 more accused arrested in Dhandhuka case: ધંધૂકાના ચકચારી કિશન ભરવાડ હત્યા કેસમાં ગુજરાત એટીએસની ટીમ સતત કાર્યવાહી કરી રહી છે. હત્યા સાથે સંકળાયેલા એક બાદ એક લોકોની ધરપકડ કરી રહી છે. ગુજરાત એટીએસે કિશન ભરવાડની હત્યા કરવામાં મદદ કરનાર વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. 

હત્યા કેસમાં વધુ ત્રણ લોકોની ધરપકડ
ગુજરાત એટીએસે ધંધૂકામાં કિશન ભરવાડની હત્યા કરવામાં મદદ કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓમાં મહમદરમીઝ સલીમભાઈ સેતા, મહંમદહુસેન કાસમ ચૌહાણ અને મતીન ઊસમાનભાઈ મોદનનો સમાવેશ થાય છે. આ લોકોએ કિશનની હત્યા કરનાર આરોપીની મદદ કરી હતી. 

ગુજરાત સહિત દેશમાં ચર્ચાનો વિષય બનેલ કિશન ભરવાડ હત્યા કેસમાં ગુજરાત એટીએસની ટીમ આક્રમક કાર્યવાહી કરી રહી છે. હત્યા સાથે સંકળાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. આ કેસમાં અત્યાર સુધી કુલ 10 લોકો એટીએસના હાથે લાગ્યા છે. જેમાં બે મૌલાના પણ સામેલ છે. 

આ પણ વાંચોઃ Highest paid tv actress: ટીવીની સૌથી વધુ ફી લેતી એક્ટ્રેસ બની રુપાલી ગાંગુલી, જાણો બીજી અભિનેત્રી લે છે કેટલી ફી?

ગુજરાત ATSએ મુજબ, મૌલાના કમર ગનીએ છેલ્લા 6 મહિનામાં ગુજરાતના અલગ-અલગ શહેરોની મુલાકાત લીધી હતી. પોલીસ તપાસમાં પહેલા તે શબ્બીરને ઓળખતો ન હોવાની કેફિયત કરી હતી. પરંતુ બાદમાં શબ્બીર સામે આવતા જ તેણે મૌલાનાને ઓળખી બતાવ્યો હતો. શબ્બીર પણ સોશિયલ મીડિયાના માધ્યમથી મૌલાનાના સંપર્કમાં આવ્યો હતો. તેના બાદ બંને મળ્યા હતા. કમરગનીએ જ શબ્બીરને હિંમત આપી હતી કે, તે કંઈ ખોટુ નથી કરતો. તેના બાદ અમદાવાદમાં મૌલાના કમરગની, મૌલાના અય્યુબ જાવરાવાલા અને શબ્બીર વચ્ચે એક મુલાકાત થઈ હતી.

કમરગન ઉસ્માની પાકિસ્તાનની જે દાવત-એ-ઈસ્લામ સંસ્થા સાથે જોડાયેલો છે, તેની દેશભરમાં અનેક શાખાઓ આવેલી છે. ગુજરાતમાં પણ ખૂણે ખૂણે આ સંસ્થાની શાખા છે. આ સંસ્થા ઈસ્લામિક શિક્ષણના નેજા હેઠળ બ્રેઈનવોશ કરવાનુ કામ કરે છે. દાવત-એ-ઈસ્લામી સંસ્થાની માત્ર અમદાવાદમા જ 2000 જેટલી દાનપેટી છે. 

Gujarati banner 01