MEA

MEA will offer 75 internships: વિદેશ મંત્રાલય સમગ્ર ભારતના વિદ્યાર્થીઓને 75 ઇન્ટર્નશિપ્સ ઓફર કરશે

MEA will offer 75 internships: વિદેશ મંત્રાલય ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ભારતના વિદ્યાર્થીઓને 75 ઇન્ટર્નશિપ્સ ઓફર કરશે


નવી દિલ્હી, 03 ફેબ્રુઆરી: MEA will offer 75 internships: આઝાદીના 75 વર્ષની સ્મૃતિમાં ચાલી રહેલી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણીના ભાગ રૂપે, વિદેશ મંત્રાલય (MEA) એ આજે તેની નવી MEA ઈન્ટર્નશિપ નીતિ 2022 હેઠળ તેના નવા અને પ્રતિષ્ઠિત MEA ઈન્ટર્નશીપ પ્રોગ્રામ માટે અરજીઓ મોકલવાની જાહેરાત કરી છે.

વિદેશ મંત્રાલયના અધિકૃત પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટ દ્વારા જાહેર કર્યું છે કે, ‘#AmritMahotsav ના ભાગરૂપે MEA ઇન્ટર્નશિપ પ્રોગ્રામના પ્રથમ સંસ્કરણ માટે કોલ ફોર એપ્લિકેશન વિદ્યાર્થીઓ માટે ખૂલી ગયા છે. સાથે જ ઇન્ટર્નશિપ એપ્લિકેશન પોર્ટલની લિંક પણ ખૂલી ગઈ છે:

https://www.internship.mea.gov.in

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ ઉમેદવારો 15 ફેબ્રુઆરી, 2022 સુધીમાં આ ઇન્ટર્નશિપ માટે અરજી કરી શકે છે.

આ પણ વાંચોCrypto will not be legalized: ક્રિપ્ટો કાયદેસર કરવા અંગે સરકારની સ્પષ્ટતા, કહ્યું- ક્રિપ્ટો પર ટેક્સ એટલે તેને કાનૂની માન્યતા નહીં- વાંચો વિગત

વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, (MEA will offer 75 internships) નવી ઇન્ટર્નશિપ પોલિસી 2022 એ બાબત સુનિશ્ચિત કરવા પર ભાર મૂકે છે કે ઉમેદવારોની પસંદગીમાં જેન્ડર ઇન્ક્લુસિવિટી (જાતિ સમાવિષ્ટતા) સુનિશ્ચિત કરવામાં આવે છે. પસંદ થયેલા ઉમેદવારોના સ્થાયી નિવાસ અને તેમના સામાજિક-આર્થિક બેકગ્રાઉન્ડની દ્રષ્ટિએ ઉમેદવારોની પસંદગીમાં વૈવિધ્ય જળવાઈ રહે તે પણ મંત્રાલય માટે પ્રાથમિકતા છે. ટ્રાન્સફોર્મેશન ઑફ એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામ (TADP) હેઠળના જિલ્લાઓના ઉમેદવારો અને SC/ST/OBC/EWS કેટેગરીના ઉમેદવારોને પસંદગી પ્રક્રિયામાં વિવિધ તબક્કાઓમાં અગ્રતા આપવામાં આવશે.

વિદેશ નીતિઓ લોકોની વધુ નજીક પહોંચાડવા માટે આ ઇન્ટર્નશિપ તૈયાર કરવામાં આવી છે અને પસંદગી પામેલા ઉમેદવારોને ભારત સરકાર દ્વારા વિદેશ નીતિની રચના કેવી રીતે કરવામાં આવે છે અને તેનું અમલીકરણ કેવી રીતે થાય છે તે સમગ્ર પ્રક્રિયા પ્રત્યક્ષ જોવાની તક મળશે. ઇન્ટર્ન્સને તેમના સંબંધિત સુપરવાઇઝર દ્વારા કામના ચોક્કસ વિષયો સોંપવામાં આવશે. તેઓએ વિવિધ પ્રકારની રિસર્ચ હાથ ધરવી પડશે, રિપોર્ટ્સ લખવાના રહેશે અને દેશમાં જે નવા વિકાસ થઈ રહ્યા છે તેનું વિશ્લેષણ કરવાનું રહેશે. પસંદગી પામેલા ઇન્ટર્ન્સને મંત્રાલયની કામગીરી, તેની સાથે જોડાયેલી કચેરીઓ અને ભારતીય નાગરિકોને મદદ કરવામાં તેમની ભૂમિકાના વિવિધ પાસાઓનો પણ પરિચય કરાવવામાં આવશે.

Gujarati banner 01

આઝાદીના 75 વર્ષની સ્મૃતિમાં એપ્રિલથી જૂન 2022ની ત્રણ મહિનાની સિંગલ ટર્મમાં આ વર્ષે (MEA will offer 75 internships) કુલ 75 ઇન્ટર્નશિપ્સ ઓફર કરવામાં આવશે. વધુમાં, ઉમેદવારોને તેમના બેઝિક ખર્ચાઓને પહોંચી વળવા માટે દર મહિને રૂ.10,000નું માનદ વેતન આપવામાં આવશે તેમજ તેમના નિવાસસ્થાનથી નવી દિલ્હી સુધી આવવા અને જવાની એક વખતની એર ટિકિટ પણ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *