Hrithik Roshan Garba

Hrithik Roshan Garba: હૃતિક રોશને ગરબા ક્વિન ફાલ્ગુની પાઠક સાથે રમ્યા ગરબા- જુઓ વાયરલ વીડિયો

Hrithik Roshan Garba: વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં હૃતિકે ફરી એકવાર પોતાના ચાહકોને ડાન્સિંગ સ્કિલ્સથી મંત્રમુગ્ધ કરી દીધા

મુંબઇ, 03 ઓક્ટોબરઃ Hrithik Roshan Garba: હૃતિક રોશન પોતાની ફિલ્મ ‘વિક્રમ વેધા’નું પ્રમોશન કરી રહ્યો છે. ફિલ્મ 30 સપ્ટેમ્બરે રિલીઝ થઇ જે ઘણા દિવસોથી ચર્ચામાં હતી. ફિલ્મમાં હૃતિક સાથે સેફ અલી ખાન પણ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર હૃતિક રોશનનો એક વીડિયો ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગરબા ક્વીન, ડાન્સિંગ સેન્સેશન અને ખુબ સારી સિંગર ફાલ્ગુની પાઠક સાથે સ્ટેજ પર ગરબા રમતો જોવા મળી રહ્યો છે.

તાજેતરમા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં હૃતિકે ફરી એકવાર પોતાના ચાહકોને ડાન્સિંગ સ્કિલ્સથી મંત્રમુગ્ધ કરી દીધા છે. ગરબા કરતી વખતે તેની સ્ટાઈલ અને ડાન્સ સ્ટેપ્સ ખૂબ જ સારા હતા.

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

ફાલ્ગુની પાઠક સાથે હૃતિકની આ ગરબા સ્ટાઈલ બધાને પસંદ આવી રહી છે. વીડિયોમાં હૃતિકનો નવરાત્રી જોશ અને ઉત્સાહ જોતા જ બની રહ્યો છે. વીડિયોમાં હૃતિક ડેનિમ જીન્સ અને સફેદ ઓપન શર્ટમાં જોવા મળી રહ્યો છે. ત્યારે ફાલ્ગુની ગ્રીન આઉટફિટમાં જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ Release of quarterly web magazine issue: અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

આ પણ વાંચોઃ Festival Special Train: અમદાવાદ અને જબલપુર વચ્ચે ચાલશે સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.