Fafda Jalebi

Fafda jalebi price increase: આ વર્ષે ફાફડા-જલેબીનો સ્વાદ મોંઘો પડશે, ફાફડા જલેબીના ભાવમાં 20 ટકાનો વધારો- વાંચો વિગત

Fafda jalebi price increase: સિંગતેલ અને કપાસિયા તેલ સહિત ખાદ્ય તેલના ડબ્બાનો ભાવ 3,000 રૂપિયાને પાર પહોંચી ગયો છે, જેની સીધી અસર ફાફડા અને જલેબી ભાવ પર જોવા મળી

અમદાવાદ, 03 ઓક્ટોબરઃ Fafda jalebi price increase: વિજ્યા દશમીના પર્વએ ફાફડા જલેબી ખાવાની વર્ષો જૂની પરંપરા છે. જોકે, કોરોનાના કારણે બે વર્ષથી મંદ પડેલા ફાફડા જલેબીના વેચાણને પણ આ વખતે વેગ મળશે. આ વખતે પણ  દશેરાના દિવસે શહેરમાં ખૂણે ખૂણે ફાફડા અને જલેબીની હાટડીઓ ખુલી જશે. નાનામાં નાનો વેપારીથી માંડીને જાણીતી ફરસાણની બ્રાન્ડના વેપારીઓએ ફાફડા અને જલેબીમાં સારી એવી કમાણી કરી લેશે. જે માટે દશેરને લઈ ફરસાણના વેપારીઓ આગોતરું આયોજન કરે છે.

અમદાવાદમાં ઠેર ઠેર ફાફડા જલેબીના વેચાણ માટે હાટડી લાગી જાય છે. જોકે, આ વખતે સિંગતેલ અને કપાસિયા તેલ સહિત ખાદ્ય તેલના ડબ્બાનો ભાવ 3,000 રૂપિયાને પાર પહોંચી ગયો છે, જેની સીધી અસર ફાફડા અને જલેબી ભાવ પર રહેશે. કારણ કે ગત વર્ષ કરતા આ વખતે ફાફડા જલેબીના ભાવમાં 20 ટકાનો વધારો નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે, દશેરાના દિવસે ફાફડા જલેબીના વેપારીઓને ત્યાં ફાફડા અને જલેબી ખરીદવા માટે લાંબી લાઈનો લાગે છે. જાણે કે ફાફડા જલેબીની જયાફત ઉડાવવાનો આ એક જ દિવસ હોય તેમ કરોડો રૂપિયાના ફાફડા જલેબી એક જ દિવસે લોકો આરોગી જાય છે. જોકે, આ વખતે તેલના ભાવ ભડકે બળી રહ્યા છે. જેથી આ વખતે તો લોકોએ ફાફડા જલેબીના સવાદનો ચટાકો મોંઘો રહેશે તેવું અત્યારથી જ જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચોઃ 5G connected ambulance : દર્દીના હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેની મહત્વની માહિતી પહોંચાડી દેશે 5G એમ્બ્યુલન્સ- વાંચો વિગત

આ પણ વાંચોઃ Foreign diplomats enjoyed garba: 60 વિદેશી રાજદ્વારીઓએ વિદેશમંત્રી એસ.જયશંકર સાથે વડોદરા યુનાઇટેડ વે ખાતે માણ્યા ગુજરાતના ગરબા

Gujarati banner 01