PayU BillDesk deal cancelled

PayU-BillDesk deal cancelled: ભારતની સૌથી મોટી ફિનટેક મર્જર નહીં થઇ શકે, પેયયુએ બિલડેસ્કનો સોદો રદ

PayU-BillDesk deal cancelled: સોદો રદ્દ કરવાના પ્રસ્તાવને પણ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા સહિતની રેગ્યુલેટરીઓ મંજૂરીનો જરૂરી રહેશે

બિઝનેસ ડેસ્ક, 03 ઓક્ટોબર: PayU-BillDesk deal cancelled: PayUએ લગભગ એક વર્ષ પહેલા 31 ઓગસ્ટ 2021ના રોજ 4.7 અબજ ડોલરમાં બિલડેસ્કના હસ્તાંતરણની જાહેરાત કરી હતી. સોદાને હજી આરબીઆઇની મંજૂરી બાકી હતી તેવામાં જ આ સોદો રદ્દ કરવાની જાહેરાત થઈ છે.

પ્રોસસ સમર્થિત પેયયુએ બિલડેસ્કના સંપાદનને રદ કરતા ભારતીય ફાઈનાન્શિયલ ટેક્નોલોજી ક્ષેત્રના સૌથી મોટો મર્જર અને એક્વિઝિશન સોદો પડી ભાંગ્યો છે. સોમવારે જારી કરાયેલા એક નિવેદનમાં પ્રોસસે જણાવ્યું કે “આ ટ્રાન્ઝેક્શન રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે પરંતુ સોદો રદ્દ કરવાના પ્રસ્તાવને પણ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા સહિતની રેગ્યુલેટરીઓ મંજૂરીનો જરૂરી રહેશે.

આ પણ વાંચોઃ Hrithik Roshan Garba: હૃતિક રોશને ગરબા ક્વિન ફાલ્ગુની પાઠક સાથે રમ્યા ગરબા- જુઓ વાયરલ વીડિયો

પેયયુને 5 સપ્ટેમ્બર, 2022ના રોજ આ સોદા માટે સીસીઆઈની મંજૂરી મળી હતી. જોકે 30 સપ્ટેમ્બર, 2022 સુધીની લાંબી કાર્યવાહીમાં કેટલીક શરતો પૂરી ન થતા કરારની શરતો અનુસાર આપમેળે સમાપ્ત થયો છે. આરબીઆઈની મંજૂરી પ્રક્રિયામાં ઓછામાં ઓછા 45 દિવસનો સમય લાગવાનો હતો.

જો આ સોદો પૂરો થાત તો ભારતમાં પેયયુનું આ ચોથું સંપાદન હોત. અગાઉ કંપનીએ 2016માં સાઇટ્રસ પે, 2019માં બિમ્બો અને 2020માં પેસેન્સ હસ્તગત કરી હતી અને ભારતની સંપૂર્ણ ફિનટેક ઇકોસિસ્ટમ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. ભારતમાં લાંબાગાળાના રોકાણકાર અને ઓપરેટર પ્રોસસ 2005થી ભારતીય ટેક્નોલોજી કંપનીઓમાં લગભગ 6 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. તેના કેટલાક અન્ય રોકાણોમાં મેશો, બાયઝુસ, ડીહાટ, મેન્સા બ્રાંડ અને ગુડ ગ્લેમ ગ્રુપનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ Release of quarterly web magazine issue: અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.