Katrina Kaif and Vicky Kaushal

katrina vicky wedding: સ્ટાર કપલ કેટરિના અને વિકીના લગ્નનુ કાઉન્ટ ડાઉન શરુ, ઘણા અફવા ગણાવે છે, પરંતુ બુકિંગ પણ થઇ ગયુ છે- વાંચો વિગત

katrina vicky wedding: આ કપલે લગ્ન માટે બંને માટે હોટલનો રાજા માનસિંહ-રાણી પદ્માવતી નામથી ઓળખાતો સ્વીટ બૂક કરવામાં આવ્યો

બોલિવુડ ડેસ્ક, 01 ડિસેમ્બરઃ katrina vicky wedding: સ્ટાર કપલ કેટરિના કૈફ તેમજ વિકી કૌશલના લગ્નનુ કાઉન્ટ ડાઉન શરુ થઈ ગયુ છે. 9 ડિસેમ્બરે આ દંપતિ પ્રભુતામાં પગલા પાડશે.આ માટે રાજસ્થાનના સવાઈ માધોપુર નજીકની સિક્સ સેન્સ એક વૈભવી હોટલ બૂક કરવામાં આવી છે.બંને માટે હોટલનો રાજા માનસિંહ-રાણી પદ્માવતી નામથી ઓળખાતો સ્વીટ બૂક કરવામાં આવ્યો છે.જેનુ એક દિવસનુ ભાડુ સાત લાખ રુપિયા છે.

આવા બીજા બે રુમ પણ સ્ટાર કપલ માટે બૂક કરવામાં આવ્યા છે.આ સ્વીટની ખાસિયત એ છે કે, તેમાં પ્રાઈવેટ ગાર્ડન અને સ્વિમિંગ પુલ પણ છે.રુમ બૂક થયા બાદ આસપાસની જગ્યાની સુરક્ષા વધારી દેવાઈ છે.જ્યાં કોઈને જવા દેવાતા નથી.

આ પણ વાંચોઃ Two pakistani terrorists killed: સુરક્ષાદળોએ પુલવામા જિલ્લામાં 2 પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર માર્યા- વાંચો વિગત

Advertisement

વિકી અને કેટરિના પોતાના પરિવારના સભ્યો સાથે 6 ડિસેમ્બરે આવશે અને 11 ડિસેમ્બર સુધી અહીંયા રોકાશે.લગ્ન દરમિયાન સુરક્ષા વ્યવસ્થા માટે 100 બાઉન્સર જયપુરથી બોલાવાશે.ઉપરાંત રાજસ્થાન પોલીસ પણ બંદોબસ્તમાં હશે.

લગ્નના કાર્યક્રમો 7 ડિસેમ્બરથી શરુ થશે.9 ડિસેમ્બરે વિકી અને કેટરિના લગ્ન(katrina vicky wedding)ના બંધનમાં બંધાશે.7 ડિસેમ્બરે સંગીત અને 8 ડિસેમ્બરે મહેંદીની વિધિ થશે.10 ડિસેમ્બરે વિશેષ આમંત્રિત મહેમાનો માટે એક રિસેપ્શન પણ યોજવામાં આવશે.

Whatsapp Join Banner Guj

Advertisement